________________
૨૨૫
આમ જીવનની વિસ્મયજનક રીતે થયેલી આબાદી અને બરબાદીમાં, પહેલાં માણસનું પિતાનું કર્મ અને એ પછી તેનું સજાએલું પ્રારબ્ધ કારણરૂપ હોય છે. માનવ જીવનમાં થતા એ અણધાર્યા તથા ચમત્કારી ફેરફાર જોઈ સામાન્ય માણસ આશ્ચર્ય અનુભવે છે.
ઘણા માણસે પિતાની તેજબુદ્ધિ અને ભારેમાં ભારે પુરૂષાર્થ કરતાં કરતાં પણ સુખની સમૃદ્ધિ પામતા નથી. વળી એવા પણ કેટલાક માણસે હોય છે કે જેઓ ઓછા અથવા નહિં જે પુરૂષાર્થ કરીને પણ વૈભવ ભગવે છે. આ બાબતને વિચાર કરતાં પ્રારબ્ધની બલિહારી સ્વીકારવી જ પડે છે.