________________
પ્રકરણ ૯ મું કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણે
જગતમાં દરેક કાર્યોની ઉત્પત્તિ, કાળ વિગેરે પાંચ સમુચ્ચય કારણોથી જ થાય છે. પાંચ કારણોમાંથી એક કારણની પણ ન્યૂનતાએ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યસિદ્ધમાં વર્તતાં તે પાંચકારણને સમવાય (સમુચ્ચય) કારણ કહેવાય છે. કેવળ મોક્ષપ્રાપ્તિમાં જ અર્થાત્ જીવને કર્મસંબંધથી સર્વથા મુક્ત થવામાં યા આત્માની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવામાં જ, એ પાંચેનું સમુચ્ચયપણું છે. એટલું જ નહિં, પણ જગતના સર્વ કાચની ઉત્પત્તિમાં એ પાંચે કારણો વર્તે છે. એ પચે કારણે નીચે મુજબ છે. (૧) કાળ (૨) સ્વભાવ (૩) નિયતિ અર્થાત્ ભાવિભાવ (૪) પૂર્વ કિયા અને (૫) પુરૂષાર્થ.
આ પાંચે કારણે પૈકી કયારેક કેઈ એક કારણની મુખ્યતા હોય છે, તે ચાર કારણોની ગૌણતા હોય છે. એટલે જે કારણની મુખ્યતા વર્તતી હોય તે કારણથી કાર્ય – સિદ્ધિ થઈ એમ વ્યવહારથી ભલે બેલાય, પણ તે એક મુખ્ય કારણ ઉપરાંત, તે સમયે અન્ય ચારકારની ગૌણ પણે પણ, વિદ્યમાનતા તે અવશ્ય હોય છે.