________________
૨૦૮
જેવા નહિં મળે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં બાહ્યત્યાગ કે કષ્ટક્રિયામાં પ્રવૃત્તિ તેઓએ ન કરી હોય. દીક્ષા લેતાની સાથે જ મન ૫ર્યવજ્ઞાન પ્રાપ્ત થતું હોવા છતાં પણ જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બાહ્ય તપશ્ચર્યાઓ પણ આદરે છે. નવપદની પૂજામાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે.
જાણુતા તિહુસાને સંયુત્ત, તે ભવ મુક્તિ આણંદ, જે આદરે કર્મ ખપેવા, તે તપ સુરત કંદરે. ભવિકા
મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિમાં તેમની આ બધી પૂર્વ તૈયારી ગણાય. આવી પૂર્વ ક્રિયાઓ જ મોક્ષપ્રાપ્તિની આગાહીરૂપ છે. જે જે પ્રકારની ભવિતવ્યતા જે જે સમયે જે જે જીવને વર્તવાની હોય, તે તે પ્રકારની ભવિતવ્યતાને અનુકૂળ પૂર્વકૃત (પૂર્વ કિયા) તે કેઈને નજીકના સમયનું કે કેઈને દીર્ઘ સમયનું પણ પહેલેથી જ હોય. જેના જીવનમાં એક્ષપ્રાપ્તિને અનુકૂળ પૂર્વ તૈયારીઓનો બાહ્ય અને અત્યંતર સ્વરૂપે પ્રારંભ જ ન હોય, તેવાજીની મેક્ષપ્રાપ્તિરૂપ ભવિતવ્યતા નજીકમાં છે, એમ કેમ કહી શકાય?
પિતાની નજીકની ભવિતવ્યતા સારી છે કે બૂરી છે, તેને ખ્યાલ છદ્મસ્થ જીવોને તે પૂર્વ ક્રિયાથી જ થઈ શકે. અતિ ઘેરાતિઘેર પાપપ્રવૃત્તિ પુરૂષાર્થમાં પ્રવર્તનાર જીવને જોઈને છાસ્થ આત્મા વિચારી શકે કે આ પાપપ્રવૃત્તિ તે નજીકના કાળમાં જ દુર્ગતિરૂપ ભવિતવ્યતાની આગાહીરૂપ છે. તેમ છતાં ભવિતવ્યતા જે સદ્ગતિની હશે તે ચાલું પાપ