________________
૨૦૯
પ્રવૃત્તિ તેની અટકી જશે. અને ભવિતવ્યતા બૂરી હશે તે તેની પાપપ્રવૃત્તિ ચાલુ રહેશે.
પોતાના આત્મામાં રાગદ્વેષની પ્રચૂરતાવાળે બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ વર્તતે હોવા સમયે સમ્યગ્દષ્ટિ આત્મા જરૂર સમજી શકે કે હજુ વીતરાગ-દશાની પ્રાપ્તિરૂપ ભવિતવ્યતા મારા માટે દૂર જણાય છે. અને પિતાના આત્મામાં રાગદ્વેષની ન્યૂનતાવાળે પુરૂષાર્થ વર્તતે હોવા સમયે સમજાય કે વીતરાગ-દશાની પ્રાપ્તિરૂપ ભવિતવ્યતાને અનુકૂળ પુરૂષાર્થ છે.
કદાચ કોઈને શંકા થાય કે મરૂદેવી માતાએ મુક્તિને માટે કંઈપણ પ્રયત્ન કર્યો નથી, માટે પુરૂષાર્થ વિના પણ કાર્યસિદ્ધ કેમ ન માની શકાય ? તેને ઉત્તર એ છે કે મરૂદેવી માતાએ પણ ક્ષપકશ્રેણિમાં આરહણ કરવાને શુકલધ્યાનરૂપ પ્રયત્ન અવશ્ય ક્યું હતું. કેમકે શુકલધ્યાન વિના કાઈને પણ મેક્ષ હોઈ શક્તા નથી. વળી મરૂદેવી માતાને અંગે પૂર્વકૃત કારણ પણ કેટલાકને તુરત ન સમજાય, પરંતુ પૂર્વકૃત કારણ તે અનિત્ય ભાવના કહી શકાય. મરૂદેવી માતાના દષ્ટાંતમાં બાહ્યત્યાગની કઈ શંકા કરે છે તેનું સમાધાન એ છે કે અંતગડ કેવળીને કેવળજ્ઞાન પ્રગટ થયા બાદ આયુષ્યની અતિ અલ્પતાના અંગે બાહ્યત્યાગ સ્વીકારી શકાતું નથી. મરૂદેવી માતા જેવાં દષ્ટાંત અતિ અલ્પ પ્રમાણમાં હોય છે; માટે તેવા દુષ્ટતે બાહ્યત્યાગની બીનજરૂરીઆતમાં લઈ શકાય નહિ.
૧૪