________________
૨૧૩ જૈનશાસ્ત્ર પ્રમાણે વિચાર કરીએ તે બ્રહ્મચર્ય સિવાય દરેક વસ્તુ અનેકાંતવાદ માંગી લે છે. વ્યાવહારિક દષ્ટિથી જોઈએ તે “લની બે બાજુ એ યુક્તિ છે.
તાત્વિક દષ્ટિએ વિચારીએ તે પ્રારબ્ધ અને પુરૂષાર્થ એ બને સાધારણ છે, તો પણ તેમાં એક દષ્ટિએ પુરૂષાર્થ મુખ્ય છે. કારણ કે, પ્રારબ્ધ એટલે બીજું કંઈ જ નહિ, પણ પૂર્વકૃત પુરૂષાર્થનું ફળ તેનું જ નામ પ્રારબ્ધ છે.
અન્ય દષ્ટિએ વિચારીએ તે પ્રારબ્ધ જ બલવાન છે. અને તે એ રીતે કે –
પ્રારબ્ધ અનુસાર જીવમાં ઉત્પન્ન થતી બુદ્ધિદ્વારા જીવ– વડે કરાતી માનસિક-વાચિક અને કાયિક પ્રવૃત્તિને જ પુરૂષાર્થ કહીયે તે, ત્યાં પુરૂષાર્થ બળવાન નહિં હેતાં પ્રારબ્ધ જ બળવાન છે.
પ્રારબ્ધ પ્રાપ્તિના મુખ્ય કારણરૂપ ભવાંતરમાં કરાયેલ સુકૃત્ય યા દુષ્કૃત્યરૂપ પૂર્વકૃત પુરૂષાર્થ પ્રત્યેનો દ્રષ્ટિકોણ આજના ભૌતિકવાદના જમાનામાં લગભગ વિસરાઈ જ ગયે છે. આજે તે સામાન્ય જનસમૂહમાં પ્રારબ્ધને અનુરૂપ બુદ્ધિઅનુસાર થતી જીવની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિને જ માત્ર પુરૂષાર્થ ગણું, આ પુરૂષાર્થથી જ વર્તમાન પ્રાર બ્ધની પ્રાપ્તિને અહંકાર આપણા જીવનનું મધ્યબિંદુ બની જાય છે. મેં આ કર્યું, તે કર્યું, એવું અભિમાન આપણે સેવીએ છીએ. હું આ કરીશ ને તે કરીશ, એવી મહત્ત્વકાંક્ષામાં પણ રાચીએ છીએ.