________________
૨૧૭
આપણું આ જીવનની દરેકે દરેક ક્રિયા પ્રારબ્ધાનુસાર જ થાય છે. પરંતુ આપણે ખેટી રીતે માની બેસીએ છીએ કે આમ કર્યું તે જ આમ થયું, “કર્યું અને થયું” એ બરાબર. પરંતુ કરનાર અને થનાર કોણ? તેનું આપણા અહંભાવને લીધે સતત વિસ્મરણ થાય છે. અને તેથી આપણે સમજણ વગરની પુરૂષાર્થની વાત માંડીએ છીએ. સાચી વાત
શોપનહોર નામે એક વિચારકે લખી છે કે માણસ ચાહે તે કરી શકે છે, પરંતુ એ શું ચાહશે તે તેની ઇચ્છાશક્તિની વાત નથી. આ રીતે આપણને આપણું પ્રારબ્ધ પ્રમાણે જ બુદ્ધિ સૂઝે છે, તે પ્રમાણે આપણે કામ કરીએ છીએ અને ફળ ભેગવીએ છીએ.
પ્રારબ્ધને નહિં સમજનાર પુરૂષાથીમાં અહંભાવ પૂરપાટ વિસ્તરેલ હોય છે. તેનામાં કામ, ક્રોધ, અભિમાન, ભાગ વગેરે પણ એવા પૂરપાટ જામેલા હેાય છે કે તેને ઘડીભર પણ જંપવા દેતા નથી, એનું દેખીતું સુખ તે પિતાને મન તે દુખ જ હોય છે. નાટકના નટની જેમ, કે ચાવીવાળા રમકડાંની જેમ, ધમપછાડા કરી, એ પોતાની જિંદગાની ખતમ કરે છે.
પ્રારબ્ધને નહિં સ્વીકારનાર પુરૂષાથીઓ અહંભાવમાં મગ્ન બની પિતાના પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધનું પરિવર્તન કરવાની ઘેલછા સેવી પ્રયત્ન આદરે છે, પરંતુ ભવિતવ્યતા, ઈચ્છિત ઈચ્છાથી વિપરીત હોય તે પરિવર્તન કરવાની બુદ્ધિએ