________________
૨૦૬
તથા પૂર્વ ક્રિયાઓ કરવામાં ઉદ્યમ કરી રહ્યો છે, ઘટ બનવાની તૈયારી છે, એટલામાં કોઈ કદાચ એ અકરમાત થાય તે ઘટ બનતે અટકી પડે. એટલે એ વિન નહિ થવારૂપ જે નિયતિ એટલે ભવિભાવ હોય તે જ ઘટ બને. નહિંતર બનવાને એક ક્ષણ બાકી હોય ને ઘટ બનતે અટકી જાય.
આ પ્રમાણે ઘટોત્પત્તિમાં પાંચ કારણોની જેમ આવશ્યકતા છે, તેમ યથાગ્ય રીતે દરેક કાર્યોત્પત્તિમાં પાંચે કારણની આવશ્યકતા વિચારવી.
વર્તમાન સમયમાં એવા અનેક જીવે છે કે જેઓ ભાવિભાવને અથવા તે કર્મને બળવાન માની ઉદ્યમ સ્વીકારતા નથી. આવા જી તપશ્ચર્યાદિ કણકિયાને નિરર્થક માની એવી માન્યતા ધરાવે છે કે
આપણી દરેક પ્રકારની ભવિતવ્યતા જ્ઞાનીઓના જ્ઞાનમાં નિશ્ચિત છે. તેમાં કંઈ પણ ફેરફાર થવાનો જ નથી. ખાવા-પીવાદિની જમજાહ ઉડાવવા છતાં પણ ભવ. સ્થિતિ પરિપકવતાએ મોક્ષપ્રાપ્તિ જે સમયે નકકી છે, તે કંઈ બદલી જવાની નથી. માટે શા માટે કાયકષ્ટ કરવું ? કર્મના ઉદયથી બાહ્યપ્રવૃત્તિ ભલે અશુભ હાય, પણ ભાવના સારી રાખવી.”
વિના
આવા જ મિથ્યાત્વવાદી કહેવાય. શારીરિક પ્રતિકુળતાને સહન કરવામાં, ઇદ્રિના વિષયોથી દૂર રહેવામાં લેશમાત્ર પણ જેઓ તૈયાર નથી અને શારીરિક અનુકુળતાના