________________
૨૦૪
છે. પૂ. . શ્રી માનવિજ્યજી મહારાજે શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે –
બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગે; યૌવનકાળે તે રસ ચાખે, તું સમરથ પ્રભુ માગે. પ્રભુજી ! મહેર કરીને આજ, કાજ અમારાં સારે.
શ્રી મેહનવિજ્યજી મહારાજે પણ નષભદેવ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે – જે તુમ ધ્યાતાં શિવસુખ લહીયે,
તે તમને કેઈ ધ્યાવે, પણ ભવસ્થિતિ પરિપકવ થયા વિણ,
કઈ ન મુક્તિ જાવે, હે ! પ્રભુજી એલંભડે મત ખીજે.
અહિં સ્તવનકારને પણ કહેવાને ઉદ્દેશ એ જ છે કે, ત્રીજા યા ચોથા આરામાં ભવ્ય જીને પુરૂષાર્થ હોવા છતાં પણ શરમાવર્ત અવસ્થા સિવાય મેક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. આ ચરમાવર્તકાળને બૌદ્ધો “બધિસત્વ” કહે છે; સાંખ્યદની તેને “ નિવૃત્ત પ્રકૃત્યાધિકાર” કહે છે. અને અન્ય દર્શનીએ “શિષ્ટ કહે છે.
ત્રીજા યા ચોથા આરામાં ચરમાવર્તન પામેલા ભવ્યાભાઓ પણ ચરમાવર્તને પામવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિ કરી શક્તા નથી. તેને પણ મેક્ષપ્રાપ્તિ માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્તિ, અનંતાનુબંધી વગેરે કષાયેને ક્ષય, શ્રેયા