________________
પ્રકરણ ૨ જું ગુણ અને પર્યાય
દ્રવ્યની સાથે જે ચિરકાળ અવિચ્છિન્નપણે રહે, અથવા જેના વિના દ્રવ્ય, તે દ્રવ્ય કહેવાય નહિ, તેને ગુણ કહેવાય છે. તથા દ્રવ્ય સ્વભાવતઃ અવિકત રહીને અનંત પરિવર્તનની અંદર જે દેખાય તે પર્યાય કહેવાય છે. યા કેઈપણ દ્રવ્યનું સહભાવી કે ક્રમભાવી ભેદમાં બદલાતા રહેવું તેને પોય કહેવાય છે. અર્થાત્ દ્રવ્યની હાલતને પર્યાય કહેવાય છે.
ગુણ અને પર્યાય વિનાનું કેઈ દ્રવ્ય નથી અને દ્રવ્ય વિના ગુણ કે પર્યાય પણ હોઈ શકે જ નહિ. આત્માના જ્ઞાનાદિ ગુણ છે. પુદગલમાં રૂપ-રસાદિ ગુણ છે. ધમસ્તિકાયમાં, જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય આપવાને સ્વભાવ હોઈ “ગતિ સહાયક” ગુણ છે, અધર્માસ્તિકાયમાં સ્થિતિ સહાયકતા ” ગુણ છે. આકાશાસ્તિકાયમાં “અવગાહનાકારણતા” ગુણ છે. અને કાળમાં “વર્તનકારતા” (નવા–પુરાણ કરવાનો ગુણ છે.
ગુણ અને ગુણને અભેદ સંબંધ છે. ગુણને મૂકીને ગુણ ન હોય. આમ ગુણ અને ગુણીને તદ્રુપ સંબંધ છે. બેમાંથી એકેનો અભાવ કરતાં અને અભાવ થાય અને જ્યાં એકની હયાતિ હોય ત્યાં બીજાની પણ હયાતિ હોય જ,