________________
૭૪
જઈએ છીએ. આ શરીર રચનાનું ઉપાદાન કારણ હજુ સુધી કઈ વૈજ્ઞાનિક શોધી શક્યા નથી. શરીરમાં અમુક અમુક પ્રકારના જે પદાર્થોનું અસ્તિત્ત્વ તેઓ બતાવે છે, તે પદાર્થો શરીરના પિષક તત્ત્વ તરીકે ગણાય, નહિ કે શરીરના ઉપાદાન કારણ તરીકે. વળી જન્મ સમયે પ્રાણીઓનું શરીર જે પ્રમાણવાળું હોય છે, તેના કરતાં ત્યારબાદ ધીમે ધીમે વૃદ્ધિ પામતું જાય છે, એ પણ આપણે જાણી અને સમજી શકીયે, છીયે. એટલે કહેવું જ પડશે કે વૃદ્ધિ પામતાં આ શરીરમાં ધીમે ધીમે અન્ય આસમૂહની આવ છે. એ અણુસમૂહ એટલે બધે સૂક્ષમ હોય છે કે પ્રતિ સમય આગમન દ્વારા શરીર સાથે સંબંધને પામતે હોવા છતાં તદુ સમયે તે આપણે જોઈ શકતા નથી. પરંતુ આપણને ચક્ષુગોચર થઈ શકે એટલા પ્રમાણમાં શરીર સાથે એકત્ર બની રહે છે ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ કે શરીર વૃદ્ધિ પામ્યું. તે શરીરમાં વૃદ્ધિ કરવાવાળાં આ પુદ્ગલે ક્યાંથી આવ્યા? તેને પ્રત્યુત્તર કઈ વૈજ્ઞાનિક આપી શકે તેમ નથી. વૃદ્ધિ પામતા શરીરમાં નવાં પુગલેના આવાગમનને તે આપણે નિષેધ કરી શકીએ તેમ નહિં હોવાથી તે યુગલના અણુ સમૂહનું જગતમાં અતિન્દ્રિયસ્વરૂપે પણ અસ્તિત્ત્વ તો છે જ, એમ સ્વીકાર્યા વિના ચાલી શકે તેમ નથી.
વળી આપણે બેલીએ છીએ ત્યારે, અગર તે અજીવ પદાર્થોના પરસ્પર ઘર્ષણ થવા ટાઈમે ધ્વનિતરંગે ઉત્પન્ન થઈ આપણા અને બીજાના કાને અથડાવા દ્વારા શબ્દોનું