________________
૧૪૨ દર્શન કથિત “આપ” અને “ઉદ્યોત” શબ્દથી જ સમજી શકાય. અર્થાત્ “આપ” શબ્દ તે શીતસ્પશી પદાર્થના ઉષ્ણ પ્રકાશને સૂચક છે, જ્યારે “ઉદ્યોત” શબ્દ તે શીતસ્પશી પદાર્થના શીત પ્રકાશને સૂચક છે.
વિશ્વમાં કેટલાક પદાર્થોમાંથી તો પ્રકાશન પ્રવાહ એવી અગમ્ય રીતે વહે છે કે સામાન્ય માણસને તે તે પ્રકાશ જોઈને આશ્ચર્ય જ થાય. અરે ! કેટલાક તે તેને ચમત્કાર સ્વરૂપે સમજે. કેટલાક તે તેને કુદરતની અગમ્ય લીલા કહીને જ પતાવી દે. પરંતુ આ બધી રીતને પ્રકાશોનું પ્રગટીકરણ ક્યા નિમિત્તને પામીને કેવી રીતે થાય છે, તેનું યથાર્થ સ્પષ્ટીકરણ તે કેવળ જૈન દર્શન જ કરી શક્યું છે.
આપ સ્વરૂપ, સૂર્યના પ્રકાશનું સ્પષ્ટીકરણ વિચારાઈ ગયું. હવે અહિ ઉદ્યોત સ્વરૂપ પ્રકાશ તે વિશ્વના ક્યા કયા પદાર્થોમાં હોઈ શકે ? તે તે પદાર્થોમાં તે પ્રકાશશક્તિ ક્યાંથી આવી? તે સર્વ હકીકત સમજી શકાશે.
દુનિયામાં ઘણા ખરા પ્રદેશમાં પ્રકાશ તેમજ બળતણની શક્તિ મેળવવા માટે વિજ્ઞાને શોધી આપેલી વીજળીને ઉપયોગ થતો હોય છે. આમ છતાં કેટલાક પછાત રહી જવા પામેલા પ્રદેશમાં ઘી તેલનાં કેડિયાં બાળીને કે ગેસ તથા કેસીનની બત્તી પેટાવીને માણસે પ્રકાશ મેળવે છે. આ બધા પ્રકાશે તે ઉષ્ણતા દાયક હોય છે. દુનિયામાં