________________
૧૪૭
તેનામાં હોય છે. જંગલમાં ફરનારા કેટલાક માણસે અંધારા ઉલેચવા માટે તેને આ રીતે ઉપગ કરતા હાર્યું છે.
મીણબત્તીનું ઝાડ દક્ષિણ સમુદ્ર તરફના કેટલાક ટાપુના પ્રદેશમાં કોઈ કોઈ સ્થળે એક વિચિત્ર પ્રકારનું તેલયુક્ત ઝાડ ઉગતું હોય છે. આવા ઝાડને કેટલાક લેકે મીણબત્તીના ઝાડ તરીકે પણ ઓળખાવે છે. અને તે યથાર્થ પણ છે. કારણ કે ત્રીશ ફૂટ જેટલા કે ચાલીસ ફૂટ જેટલા ઉંચા ઉગતા આ ઝાડને ફળનાં ઝૂમખાં લાગે છે. એ ઝૂમખાં એવાં વિચિત્ર હોય છે કે તેને સળગાવતા એક પ્રકારની મીણબત્તીની જેમ વ્યવસ્થિત રીતે બળીને પ્રકાશ આપવા માંડે છે. એક મોટી મીણબત્તી, જેટલા સમય સુધી બળતી હોય છે, તેટલે સમય તે પણ બળતું રહે છે.
માછલી અને બલબ ઉડતાં જંતુઓ અને વનસ્પતિની જેમ જળકમાં વિહાર કરતાં કેટલાંક માછલાં, કાચબા વગેરે જીમાં પણ પ્રકાશ વેરવાની કુદરતી શક્તિ જણાઈ આવે છે. આવા માછલાં લગભગ બધા જ સમુદ્રોમાં નજરે પડે છે. આમાં કેટલાંક તે વળી એવાં હોય છે કે જેમના તેજસ્વી શરીરના તંતુઓ કાચનું રંગપરિવર્તનનું કામ આપતાં હોય છે. તેઓ પાણીની અંદર ઈચ્છિત દિશામાં લાલ, પીળો, લીલે કે સફેદ પ્રકાશ પાથરીને જળસૃષ્ટિના બીજા ને આંજી