________________
૧૫o
જવા સમયે બાહ્ય શરીર સંબંધ આત્માથી છૂટી જાય છે. પરંતુ અત્યંતર શરીર તે તે આત્માની સાથે જાય છે. જેથી પુનઃ નવું બાહ્ય શરીર તે આત્મા ધારણ કરે છે. બે અત્યંત શરીર પૈકીનું એક અત્યંતર શરીર “કાર્પણ” શરીર નામે હોય છે. બાહ્ય શરીરનું નિર્માણ તે કામણ શરીરના આધારે જ થાય છે. કાશ્મણ શરીરને સંબંધ સર્વથા છૂટી ગયા બાદ આત્મા બાહ્ય શરીરધારી બની શકતો નથી, કાર્મણ શરીર તે વિવિધ સ્વભાવી જડપુદ્ગલના સંગ્રહ સ્વરૂપે હોય છે. બાહ્ય શરીરની વિવિધ રચનામાં અને તેની વિવિધ શક્તિના નિર્માણમાં કાર્મણ શરીરનાં વિવિધ સ્વભાવી વિવિધ અંગે જ કામ કરે છે.
કામણ શરીર એક અવયવી છે, અને તેનાં વિવિધ અંગે તે અવયવ સ્વરૂપે છે. તે વિવિધ અંગેનું જૈન દર્શને નમાં કર્મપ્રવૃત્તિ તરીકે ઓળખાવ્યાં છે આત્માની બાહ્ય અને આંતરિક અવસ્થાની ભિનતામાં કાર્પણ શરીરના અંગસ્વરૂપ, આ કમ પ્રકૃતિએ જ કારણભૂત છે.
જૈન દર્શનના તત્વજ્ઞાનથી અનાત માણસને આ વિષય જલ્દી સમજી શકવામાં કઠિનતા છે. જનદર્શનકથિત પદાર્થ –-વિજ્ઞાનના સારા અભ્યાસીઓને અને તેને સૂક્ષ્મ બુદ્ધિથી સમજનારને જ આ વિષય હદયગમ્ય બની શકે છે. વિશ્વની વિવિધ વિચિત્રતાનું કારણ ઉપરોક્ત અભ્યાસી જ સરળતા પૂર્વક સમજી શકે છે. આ એક મહાન વિજ્ઞાન છે. એ વિજ્ઞાનના આવિષ્કારકે સર્વજ્ઞ પરમાત્મા છે. આત્માની