________________
૧૭૩
ઈન્દ્રિયગ્રાહ્ય બની શકવાવાળા અગર ઈલેનિક માઈક્રોસ્કોપ યંત્રકાર અનુમાનસિદ્ધ થઈ શકવાવાળા પુદ્ગલપદાર્થો ઉપરાંત, કેટલાક પગલા પદાર્થોનું અસ્તિત્વ એવું પણ વિશ્વમાં વર્તે છે કે જે પદાર્થોના અસ્તિત્વનું જ્ઞાન, આત્માની અનંત શક્તિ પ્રાપ્ત શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને જ હોઈ શકે છે. જેથી વિશ્વના અન્ય પ્રાણીઓને તેવા પદાર્થોનો ખ્યાલ, જિનગમ દ્વારા જ આવી શકે છે.
ઈન્દ્રિયગ્રાહ્ય બની શકતા કે ઈલેકટ્રોનીક માઈક્રોસ્કોપ યંત્ર દ્વારા અનુમાનસિદ્ધ થઈ શકતા પદાર્થોનું ઉપાદાન કારણ શું છે? તેનું સંશોધન વિશ્વના કોઈ પણ યાત્રિકપ્રારા અગર પ્રાણાયામ આદિ કોઈ એગદ્વારા કોઈને પ્રાપ્ત થઈ શકવાનું હજુ સુધી સાંભળવામાં આવ્યું નથી. સર્વજ્ઞ ભગવંતેના વચનાનુસારે તે તેની પ્રત્યક્ષ સિદ્ધિ અનુભવવા માટે, આત્માની અનંત શક્તિને પ્રગટ કરવાને જ પુરૂષાર્થ આદર જોઈએ. આવા પુરૂષાર્થમાં કાળ-સંઘયણ– બળ, આદિની પ્રતિકુળતાએ જ્યાં સુધી આત્મા પિતાના અનંત ચતુષ્કગણોની પૂર્ણ પ્રગટતા પ્રાપ્ત ન કરી શકે, ત્યાં સુધી તે પદાર્થોની જ્ઞાનપ્રાપ્તિમાં, સર્વજ્ઞ–વીતરાગ એવા તીર્થંકર પરમાત્માના વચન સંગ્રહરૂપ જિનાગમને જ પ્રમાણ માની સ્વીકારવું જોઈએ. ફક્ત સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્તઆત્માઓ જ, સ્વજ્ઞાનબળે જોઈ શકે તેવા સૂક્ષ્મ પુદ્ગલેનું અસ્તિત્વ પણ સમગ્ર કાકાશ (બ્રહ્માંડ)માં છે. તેમાં પણ એકમેક સંબધીત બની રહેલ સ્કંધ