________________
૧૬
સહેવાનું છે. દેવગતિમાં વૈભવવિલાસ છે. જ્યારે ચેતનશક્તિને વિકાસ તે સાચી સમજણ દ્વારા મનુષ્યગતિમાં જ થઈ શકે છે. આ મનુષ્યગતિમાં જ વિચાર કરવાની તક છે. પરંતુ મનુષ્યપણું હેતે છતે મનુષ્યગતિની મહત્તાને માનવ ભૂલી ગ છે. જે લિફટ ઉચે મહેલમાં લઈ જઈ શકે તેના જ દ્વારા એ નીચે ખાડામાં જવા પ્રયત્ન કરે છે.
સાતમી નરકે અહીંથી સીધી રીતે જ જનારા જે કઈ જીવ હોય, તે તે એક મનુષ્ય અને બીજે તંદુલિક મચ્છ. અર્થાત્ મનુષ્ય જેમ ઉર્ધ્વગતિ પામવા ભાગ્યશાળી છે, તેમ અધોગતિ પામવા કમનસીબી પણ છે. જેવી મતિ તેવી ગતિ. પરત આવી બાબતે આજની નવી ઢબની કેળવણીથી સંસ્કારીત બનેલાને હંબક જ લાગે છે, તુચ્છ ભાસે છે. કારણકે ભારતવાસીઓને પૂર્વકાલમાં ગળથુથીથી જ જે સંસ્કાર અને જે કેળવણી મળતી હતી, તેનાથી આધુનિક કેળવણીને માર્ગ જ વિપરીત છે. ભૂતકાળમાં કેળવણીને હેતુ સત્યના અનુભવ માટે અને જ્ઞાનના પ્રેમ માટે હતે. હાલ તે કેળવણી તેને જ કહેવાય કે જે કેવળ પિતાની સુખસગવડ અને એશઆરામની સંવર્ધક હેાય. જ્ઞાનને અર્થે જ્ઞાન એ પૂર્વે હતું, અને એશઆરામ માટે જ્ઞાન, એ હાલનો હેતુ છે. એટલે એકમાં હેતુ પરમાર્થને અને બીજામાં હેત સ્વાર્થને છે. બને દષ્ટિબિંદુમાં અવની–આભનું અંતર છે. સામાન્ય બુદ્ધિવંત કદાચ માનવા લલચાશે કે જેનાથી એશઆરામ વધારે મળતો હોય તેવા જ્ઞાનનું દષ્ટિબિંદુ શા માટે ન રાખવું ?