________________
૧૮૦
જેમ જાનવરજાતિના શરીરધારક જીવને જાનવર કહેવાય છે, વનસ્પતિ જાતિના શરીરધારક જીવને વનસ્પતિ કહેવાય છે, એમ વિશ્વમાં પ્રચલિત વિવિધ દેહધારક આત્માઓ તે તે દેહને અનુરૂપ સંજ્ઞાથી વ્યવહારાય છે.
ખનીજ પદાર્થો, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, હાલતાં ચાલતાં કે ઊડતાં કીડી–મટેડી આદિ જંતુઓ, પશુઓ પક્ષીઓ, મનુ, આ બધાનાં સ્કૂલ શરીરે જે આપણને દૃષ્ટિગોચર થાય છે, તેજ જૈન દર્શન કથિત ઔદારિક શરીર છે. આ ઓઢારિક શરીર ઉપરોક્ત જીવોને જન્મસિદ્ધ જ છે. જન્મદ્વારા જે પેદા થાય તે જન્મસિદ્ધ કહેવાય. દેવ અને નારકીઓના જન્મસિદ્ધ શરીરને વૈકિય શરીર તરીકે ઓળખાવ્યું છે. પાંચ શરીરે પૈકી જન્મસિદ્ધ શરીરે તે ઔદારિક અને ઐકિય એ બે જ છે આ બને શરીર તે તે શરીરધારક જીવને કાયમી રહી શકતાં નથી. સંસારી જીવ એક ભવ પૂર્ણ થયા બાદ તે ભવધારણીય શરીરને ત્યજીને જ જાય છે. અને નવે ભવ કરવાના સ્થળે પહોંચતાં ત્યાં ભવધારણીય શરીરની રચના નવી કરે છે. એટલે ભવધારણીય. ચા જન્મસિદ્ધ શરીર જન્મકાળથી લઈ મરણ પર્યત જ હોય છે.
ઔદારિક શરીર તે જન્મસિદ્ધ જ છે. વિકિય શરીર તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ બે પ્રકારનાં હોય છે. કૃત્રિમ વૈઠિયનું કારણ “લબ્ધિ છે. એક પ્રકારની તપજન્ય શકિતને લબ્ધિ કહેવાય છે. લબ્ધિજન્ય વૈક્રિય શરીરના અધિકારી,