________________
૧૮૧ અમુક મનુષ્ય અને જાનવર પણ હોઈ શકે છે. તજન્ય -લબ્ધિ સિવાયની જન્મથી જ મળવાવાળી એક બીજી લબ્ધિ પણ કૃત્રિમ વૈકિયના કારણમાં કેટલાક બાદર વાયુકાય જીવને માનવામાં આવેલ હોઈ તે જીવોમાં પણ લબ્ધિજન્ય કૃત્રિમ વૈકિય શરીર હોઈ શકે છે.
ત્રીજુ આહારક શરીર તે એક સંપૂર્ણ ભવ પુરતું પણ નહીં હતાં અમુક એગ્યતાવાળા મનુષ્યને અમુક ટાઈમ પૂરતું જ હોઈ શકે. કારણ કે તે શરીર પણ એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિજન્ય હોઈ જન્મસિદ્ધ નહિ હોતાં કૃત્રિમ જ હોય છે.
શરીરમાં રહેલી ગરમી યા જઠરાગ્નિ તે તૈજસ શરીર’ છે. ખાધેલ આહારદિને પકવવામાં કારણભૂત આ તૈજસ શરીર જ છે. પકવવાની તાકાતવાળી ચીજ હોય તે જ શરીરમાં ખાધેલ આહાર પરિણામોત્તર પામે અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તે જ તૈજસ શરીર છે. આ તૈજસ શરીર તે જીવની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સ સારી જીવની સાથે તેજસ ભદ્દી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળતણને પકડે છે અને પિતે ટકે પણ બળતણથી જ, તેવી રીતે જીવની સાથે રહેલી તૈજસ રૂપી ભઠ્ઠી ખોરાકને ખેંચે છે, અને પિતે ટકે છે પણ ખરાથી જ આ તેજસ શરીર અગેની હકીક્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઠીક સિદ્ધ થઈ ચૂકી છે. શરીર શાસ્ત્રીઓ કહે છે કે–ગરમીના પ્રમાણને નિયંત્રિત કરનાર એક યંત્ર શરીરમાં રહે છે, જેને હાઈ