________________
૧૭૨
આવિષ્કાર આવિષ્કારિત કર્યાં પહેલાં, તેના આવિષ્કારકે પ્રથમ પેાતાની અનંત આત્મશક્તિ પ્રગટ કરવાને જ પુરૂષાર્થ આદર્યું હતે. અને તે પુરૂષાર્થ દ્વારા આત્માની અનંત ચૈતન શક્તિ (જ્ઞાનશક્તિ ) ની પૂર્ણતા પ્રાપ્ત કરવાથી જ, અન્ય જડ પદ્માર્થાંનું વિજ્ઞાન પણ તેમને સ્વયં સાંગેાપાંગ આત્મપ્રત્યક્ષ દેખાયુ. એટલે ચેતન અને જડ પદાર્થાંનુ’ અને તેની ત્રિકાલિક વિવિધ અવસ્થાએના આવિષ્કારામાં તે પહ્માએને પછી અન્ય કોઈપ્રયાગ કરવાપડયો ન હતા. પદાર્થવિષયી સંપૂર્ણ વિજ્ઞાન જેવું સજ્ઞ—વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માને જણાયુ’–દેખાયુ' તેવુ. અન્ય કોઈ વૈજ્ઞાનિકેથી આત્મપ્રત્યક્ષ દીપકને પ્રાપ્ત કર્યા સિવાય, જોઈશકાય કે દેખી શકાય તેમ નથી, માટે સજ્ઞ વચનાનુસારે માનવું પડશે કે દૃશ્ય જગતના પદાર્થો, શબ્દ, અધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, અને તપ ઉપરાંત પણ, પુદ્દગલપદાર્થાના સૂક્ષ્મ વિવિધ જથ્થાએ આ વિશ્વમાં અવશ્ય વર્તે છે. તે જથ્થાએ કેવા છે? ક્યાં કયાં રહેલ છે? કેવા કેવા સ્વરૂપી અને કેવા કેવા સ્વભાવી છે? તેમાં કેવા જથ્થાએ વિશ્વના જીવાને ઉપયેાગી છે અને કેવા જથ્થાએ મીનઉપયોગી છે ? ઉપયેાગી જથ્થાએથી જીવની વિવિધ અવસ્થાએ કેવી રીતે સાય છે ? તે સર્જાતી અવસ્થા સુખદાયક છે કે દુઃખદાયક છે? તે જથ્થાએ દ્વારા દૃશ્યજગતનું અને જીવની બાહ્યઆંતરિક વિવિધ અવસ્થાઓનું સર્જન દરેક જીવના સ્વપ્રયત્નજન્ય છે કે અન્ય પ્રયત્નજન્ય છે ? આ બધી સૂક્ષ્મ અને રસપ્રદ હકીકતાને હવે વિચારીએ,