________________
૧૧૪૩
એવા પણ કેટલાક પ્રદેશ છે કે જ્યાં વિજ્ઞાને તૈયાર કરેલી વીજળીના પ્રકાશને બદલે કુદરતે બક્ષીસ આપેલા પ્રકાશની મદદથી માણસે પિતાનું કામ ચલાવી લેતા હોય છે. , -
કેટલાક જીવ જંતુઓ અને વનસ્પતિઓમાંથી એ પ્રકાશ નીકળતું હોય છે કે આધુનિક વિજ્ઞાનઆવિષ્કારિત વીજલીને પ્રકાશ, તેની આગળ મામુલી ગણી શકાય છે. જીવજંતુ અને વનસ્પતિના એ પ્રકાશને ઉપગ વગર ખર્ચે અને વગર ખટપટે કેવી રીતે થઈ શકતું હોય છે, અને એ પ્રકાશની ચમક, અંધકારની વચ્ચે કેવી ચમકે છે તેનાં કેટલાંક ઉદાહરણ તપાસવાથી સરળ રીતે સમજી શકાશે.
રાત્રે ચમકતા વાંદા મેકિસકમાં આવેલું ટાબોસ્કેનું વિસ્તૃત જંગલ એટલું બધું ગીચ અને મેટું છે કે તેમાંથી પસાર થનારા માણસને રાતને વખતે તેમાંથી માર્ગ કાઢવાનું મુશ્કેલ લાગે છે. એ જંગલથી અજાણ્યા માણસો રાતને સમયે તેમાંથી પસાર થવાનો વિચાર સુદ્ધાં કરતાં નથી. પણ જેઓ ત્યાં આજુબાજુના વિસ્તારમાં વસે છે, તેઓની નજરે રાત્રે પ્રવાસ કરવાનું કામ તન્ન સહેલું હોય છે. એ જંગલમાં વાંદા જેવું એક વિચિત્ર જંતુ થાય છે. એ જંતુ દિવસે તદ્દન અલ્પ અને નકામું જણાતું હોય છે. પણ રાત્રે તે એટલું બધું ઝબકારા મારતું હોય છે કે એના પ્રકાશમાં માણસને રસ્તા શોધવા માટે બત્તીની કે બીજા કશાની જરૂર પડતી નથી. રાતના અંધકાર વચ્ચે કઈ પણ માણસ એ જંગલમાં