________________
૧૧૨ યુક્તિ દ્વારા પોતાના ન્યાયગ્રંથમાં સિદ્ધ કરી બતાવ્યું છે. તે વિષયમાં આધુનિક વિજ્ઞાને પણ શબ્દને પરમાણુઓની એક અવસ્થા સ્વરૂપે સ્વીકારી તેને યંત્રો દ્વારા સંગ્રહિત કરી, ટેલિ. ગ્રાફ આદિ દ્વારા હજારો માઈલ દૂર પહોંચાડવાના પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત કરી, શબ્દ અંગેની જૈનદર્શન પ્રરૂપિત, અનાદિ અને અચલ માન્યતાને સત્ય સ્વરૂપે પુરવાર કરી આપી છે.
એવી રીતે અંધકાર અને પ્રકાશના સંબંધમાં પણ જૈનદર્શન સ્પષ્ટ રીતે કહેતું આવ્યું છે કે તે પણ પુદ્દગલની જ એક અવસ્થા છે. અર્થાત્ અંધકાર અને પ્રકાશ તે પગલા સ્વરૂપ જ છે.
સાધારણતઃ વિચારકેની માન્યતામાં અંધકાર એ પ્રકાશના અભાવ સ્વરૂપ છે. પરંતુ જેનદર્શનમાં અંધકારના લક્ષણની વ્યાખ્યા.
'दृष्टि प्रतिबन्ध कारणं च प्रकाश विरोधी.'
એ પ્રમાણે કરી છે. અર્થાત્ અંધકાર એ વસ્તુને જેવામાં બાધાકારી અને પ્રકાશવિરોધી એવા પુદ્ગલસમૂહની એક અવસ્થા સ્વરૂપ જ છે.
જૈન સિદ્ધાત દીપિકા પ્રકાશ-૧, સૂત્ર-૧રની ટીકામાં બતાવ્યું છે કે,
कृष्णवर्ण बहुलः पुद्गल परिणाम विशेपः तमः અર્થાત્ “કૃષ્ણ વર્ણ બહુલ પુગલને પરિણામ વિશેષ”