________________
૬૨૪ પુદ્ગલને સ્વભાવ છે કે તે એક સ્થાનકે અસંખ્યાત વર્ષો સુધી તે તે સ્વરૂપે પણ રહી શકે છે. જેથી તે સ્થાનકે જનાર યાત્રિકને તે પરમાસમૂહના નિમિત્ત દ્વારા આધ્યાત્મિક વિચારધારા ઉત્પન્ન થવા વડે પરમ ચિત્તસમાધિ અનુભવાય છે.
જૈનદર્શન કથિત બ્રહ્મચર્યની નવ વાડામાં કહ્યું છે કે, જ્યાં સ્ત્રી બેઠી હેય તે આસને પુરૂષે બે ઘડી સુધી બેસવું નહિ જોઈએ. આ કથનમાં પણ આસન પર બેઠેલ વ્યક્તિના શરીરમાંથી છૂટેલ અણુસમૂહને સ્પર્શ જ માનસિક બ્રહ્મચર્યને હાનિકારક હોવાનું વિધાન છે.
- આધુનિક વિજ્ઞાનથી પણ આ હકીકત સત્ય પૂરવાર થાય છે. કોઈ સ્થાને અમુક માલની ચોરી કરી પલાયન થઈ જનાર માણસના પલાયન થઈ ગયા બાદ તે સ્થાને તેની ઉપસ્થિતિ નહિં હોવા છતાં પણ તે જગ્યા ઉપરથી અમુક જાતના કેમેરા વડે પોલીસ ફેટો ખેચે છે, તે હુબહુ તે માણસને જ ફેટો કેમેરાની પ્લેટ ઉપર અંકિત થઈ જાય છે. પરંતુ તે જગ્યાએ અન્ય કઈ માણસ પ્રવેશેલ ન હોય તે અમુક ટાઈમ સુધી જ આ ફેટ ખેંચવામાં ફલિભૂત થઈ શકાય છે.
પિતાના મકાનમાં સંતપુરૂષનાં પગલાં કરાવવાનાં ભારતવાસીઓમાં જે રિવાજ છે, તેમાં પણ સંતપુરુષની પ્રતિકાયા સ્વરૂપે પિડિત બની રહેલ સમૂહુંથી થતા લાભને જ હેતુ છે.