________________
૧૩૩ પ્રકાશકિરણ શેડ્યું છે કે, જે પ્રકાશકિરણ જુદા જુદા વેવલેન્થના વિવિધાંગી પ્રકાશ કરતાં એક જ રંગના ચોક્કસ વેવલેન્થવાળા એકાંગી પ્રકાશના કિરણને જુદા પાડી તેને ખૂબ વિસ્તારીને તેમાં અસાધારણ મજબૂતી અને તીવતા આપે છે. આ રીતે એક જ રંગ વાપરનાર તીવ્ર પ્રકાશકિરણનું નામ અંગ્રેજીમાં “લેઝર કિરણ તરીકે ઓળખાય છે. એટલે આ “લેઝર”ના આવિષ્કાર દ્વારા એકાંગી પ્રકાશ– કિરણને જુદું પાડી તેને ઉપયોગ કરવાની ઉપરોક્ત કાચ દ્વારા થતા, સૂર્યકિરણોના ઉપયોગની હકીકત, સત્ય ઠેરાવી છે.
પ્રાકૃતિક સારવારમાં એક એવે વિભાગ છે કે જેને સૂર્યચિકિત્સા” કહે છે. રંગીન બાટલીઓમાં પાણી ભરી રાખી સૂર્ય કિરણે ભેગા કરવામાં આવે છે. એના દ્વારા કેટલાક રોગની ચિકિત્સા થાય છે.
કેમપેઠી યાને સૂરજની રોશની વાટે જુદી જુદી જાતના રંગે શરીરમાં પ્રવેશ કરાવી દરદી સાજા કરવામાં આવે છે. એ વિદ્યા, કુદરતી અને સૂક્ષ્મ છે. ગમે તેવું એક દરદ કે વધારે દર સામટાં થાય છે, તે ચોક્કસ જાતનો રંગ, શરીરમાં કમતી અથવા વધારે થતું હોવાથી થાય છે. અને તે રંગ શરીરમાં પાછે પુરવાથી દરદી સાજા થાય છે. જાતજાતની કાચની શીશીમાં ચેકનું પાણી ભરી, સૂરજના તાપમાં તેને બેથી ત્રણ કલાક મૂકી રાખવાથી જે રંગની તે શીશી હેય તે જાતનો રંગ, પાણીમાં સૂરજની ગરમીનાં