________________
૧૩૨
એકલે ગુણ રહી શક્તા નથી. એટલે પ્રકાશ અને પ્રકાશક પદાર્થ, એ બન્ને કથંચિત્ અભિન્ન હોવાથી તેને પદાર્થ સ્વરૂપે માનવે જ પડશે. વળી જૈન સિદ્ધાંત મુજબ પુગલ પદાર્થનું લક્ષણ તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હેવાથી એ વર્ણાદિ ચારે યુક્ત
આપ” સ્વરૂપે વર્તતે સૂર્યના કિરણોને પ્રકાશ, એ પુદ્દ ગલપદાર્થ તરીકે જ ઓળખાય.
સૂર્યનાં કિરણોમાં સાત રંગ છે. તે સપ્તરંગી કિરણે, દરેક પ્રાણી (જીવ)ને સપ્તધાતુ રૂપે પ્રતિબિંબિત કરે છે. એ હકીક્ત નીચે મુજબ પ્રત્યક્ષ સત્યરૂપે બનેલી, બીના ઉપરથી સમજી શકાશે.
જાણીતા આંગ્લ તત્વજ્ઞાની અને ભારતીય રોગવિદ્યાના ઉપાસક “ડે. પિલબ્રન્ટન” ભારતમાં ભ્રમણ કરતાં કરતાં એક વખત કાશી પહોંચ્યા. અહિં એમને સાક્ષાત્કાર પ્રસિદ્ધ ગીરાજ, સ્વામી શ્રી વિશુદ્ધાનંદજી સાથે થયે. કેઈક ચમત્કાર બતાવવાની માગણી કરતાં ગીરાજે તેમની જિજ્ઞાસા સંતોષવા તેમને બહાર સૂર્યના પ્રકાશમાં ઊભા રહેવાનું કહ્યું, “શ્રી બ્રન્ટન” સૂર્યપ્રકાશમાં ઊભા રહ્યા.
ગીરાજે તેમને કહ્યું કે, “આ સફેદ રૂમાલને સૂર્યના પ્રકાશમાં રાખે, અને પછી તમારી ઈચ્છા હોય તે રંગ તથા સુગંધની કલ્પના કરે, એટલે એ રંગ તથા સુગધ રૂમાલમાં આવી જશે. બ્રન્ટન સાહેબ નવાઈ પામી ગયા. તેમણે લીલે રંગ અને ગુલાબની સુગંધની ઈચ્છા કરી. તરત ચમત્કાર થ. એ રૂમાલના એક ખૂણામાં લીલે રંગ દેખા અને