________________
૨
૧૩૯ જૈન દર્શનમાં વર્ણવેલ આતપ સ્વરૂપ સૂર્યને પ્રકાશ તે પુદ્ગલપદાર્થની એક અવસ્થા જ છે, તે હકીક્ત સૂર્યના કિરણમાં રહેલ વર્ણાદિના અસ્તિત્વથી તથા તે કિરણો દ્વારા મનુષ્ય અને અન્ય પ્રાણીઓને થતી અનુકુળ યા પ્રતિકુળ અસરથી સ્વયં સત્ય ઠરે છે જૈનદર્શન સિવાય અન્ય કેઈ દર્શનકાર કે વૈજ્ઞાનિક, સૂર્યકિરણોના પ્રકાશને પદાર્થ સ્વરૂપે સમજી શક્યો નથી. તેને ઉપયોગ તે સર્વે ભલે ગમે તે રીતે કરતા હોય, પરંતુ તે પ્રકાશ પદાર્થ સ્વરૂપ છે, એવું કહેનાર એક જૈનદર્શન જ છે.
આ લેખમાં સૂર્યસ્નાનાદિ ચિકિત્સાનું વર્ણન, કેઈને તે ચિકિત્સા શીખવવાના હેતુથી નહિ કરતાં જૈન દર્શને કહેલ તેને પદાર્થ સ્વરૂપે સિદ્ધ કરી બતાવવા માટે જ દર્શાવ્યું છે. તે વાંચકવૃંદ ભૂલી જવું ન જોઈએ અને હવે પછી “ઉદ્યો” સ્વરૂપ ચંદ્રાદિકના કિરણોમાં પણ આવી જે હકીકત લખાય, તેમાં અમારો હેતુ તે તે કિરણોને પદાર્થસ્વરૂપે સિદ્ધ કરવાને જ હશે એ પણ સમજી લેવું.
સૂર્યનાં કિરણો દ્વારા અષ્ટાપદ પર્વત ઉપર ચડી જઈ તીર્થયાત્રા કરનાર અને તે પર્વત ઉપર ચડવાને કેશિષ કરતા અને તપથી કુષ થયેલા પંદરસે તાપસને પ્રતિબંધ પમાડનાર પ્રભુ શ્રી મહાવીર દેવના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની હકીકતથી કેટલાકને આશ્ચર્ય થાય છે કે સૂર્ય કિરણને પકડી જ કેમ શકાય? પરંતુ ગશક્તિથી કે અન્ય કેઈ વૈજ્ઞાનિક પ્રગથી એમ બને એમાં કંઈ આશ્ચર્ય જેવું