________________
૧૧૪. છે. અંધારાને પડદે પાતળો હોય તે નજીકની ચીજે ઝાંખી દેખાય છે. પરંતુ દરની વસ્તુ જોવામાં વચ્ચે અંધારાને જાડે પડદે આડે આવી જવાથી તે વસ્તુ જરા પણ દેખાતી નથી. માટે અંધારૂ એ પુદગલરૂપ છે. સૂર્ય કે ચંદ્રાદિના પ્રકાશને લીધે વિશ્વમાં ભરેલાં પુદગલેને તેજસ્વી પરિણામ થાય છે, અને દરેક પુદ્ગલ ચમકે છે. એ પ્રકાશના જવાથી પુદ્ગલેને જથે કાળા પરિણામને પામે છે. તે જથ્થાનું નામ જ અંધારૂં છે. તેનો રંગ કાળે દેખાય છે. તેને ગંધ-રસસ્પર્શ તે અવ્યક્ત હોય છે. પ્રકાશનો અભાવ” તે અંધારૂં છે, એ જાતની તૈયાયિકાદિકેની માન્યતા એવૈજ્ઞાનિક છે. અંધકારના પગલે ઔષધ તરીકે પણ મદદ કરતા હોય છે. માટે અંધારૂં એ કાળા રંગે પરિણમેલા મુદ્દગલ અણુઓને જ જો છે. સૂર્ય–દીપક-અગ્નિ આદિ પ્રકાશક પદાથેન કિરણપ્રવાહ તે પ્રકાશમાંથી અનુક્રમે નીકળતા પ્રકાશકિરણ સાથે જ્યાં સુધી સંબંધિત રહે છે, ત્યાં સુધી તે પ્રકાશિત રહી અન્ય પદાર્થના રૂપને જોવામાં ચક્ષુધારક પ્રાણીઓને સહાયક બને છે. પરંતુ પ્રકાશક પદાર્થ દૂર હટી જાય છે, અથવા તેના આડે કેઈ આવરણ આવી જાય છે, ત્યારે આવરણ આવી ગયાના પહેલાંનાં પ્રસારિત કિરણ અણુઓનું, અંધકાર અણું એમાં પરિવર્તન થઈ જાય છે. એટલે પ્રસરિત કિરણ અણુઓ નષ્ટ થતાં નથી. પણ, પ્રકાશ સ્વરૂપ પદૂગલ પર્યાયમાંથી પલટી પામી અંધકારસ્વરૂપ પગલપર્યાયને પામતાં હોવાથી પદાર્થ ના રૂપને જોવામાં પ્રાણીઓને સહાયક બની શકતાં નથી.
શબ્દ અને અંધકારની માફક છાયા પ્રતિબિંબને પણ