________________
૧૦૯
આપવાના, વાતાવરણને રજકણું અને ધુમાડાથી મુક્ત કરી શકવાના, એમ અનેક પ્રકારનાં કાર્યો કરવામાં વર્તમાન વિજ્ઞાન સફળ બન્યું છે. ધ્વનિ તરંગ વડે કરાતાં કાર્યોને લખવા બેસીએ તો તેનું એક આખું સ્વતંત્ર પુસ્તક લખાય. પરંતુ આ લખાણનો મુખ્ય ઉદ્દેશ તે પ્રાણીઓની શારીરિક સારવારમાં કેવી રીતે ઉપગી છે, તે બતાવવાને નહિં હતાં ધ્વનિતરંગોને સ્પર્શ, શરીર કે અન્ય પદાર્થો પર વૈજ્ઞાનિક આવિષ્કારે દ્વારા ઉપયોગી બની શકતો હોવાથી શબ્દ એ પુદ્ગલ પદાર્થ (Matter) હોવાની જિનદશનની માન્યતાને બુદ્ધિગમ્ય રીતે પણ સત્ય પુરવાર કરી આપવાનો છે. આ રીતે પદાર્થવિજ્ઞાન અંગે લખાતા આ પુસ્તકમાં જૈનદર્શન કથિત કેઈ કઈ હકીકતને બુદ્ધિગમ્ય બનાવવા માટે
જ્યાં જ્યાં વિજ્ઞાન આવિષ્કારિત પ્રવેગોનું વર્ણન બતાવવામાં આવે ત્યાં ત્યાં વાચક મહદયે વિષયાતર થઈ જવાનું નહિ માની લેવું જોઈએ.
આ પ્રમાણે વળી પણ વિવિધ રીતે શબ્દની પુગલતા સિદ્ધ થાય છે. ભીંત પરથી જેમ પથ્થર પછડાઈને પાછો પડે છે, તેમ કઈ વિશાળ ઘુમ્મટવાળા મકાનમાં બોલાતે યા કરાતે આ શબ્દ પછડાઈને સામે તેને પડશે પડે છે.
બહુ પવનના તફાનમાં શબ્દને પવનને વ્યાઘાત લાગવાથી સ્પષ્ટપણે શ્રોત્રગ્રાહ્ય થઈ શકતો નથી.
નગારા ઉપર પૈસે મૂકીને દાંડી વડે નગારૂં વગાડતાં નગારા પર થતા ધ્રુજારે પૈસાને ઉછાળે છે.