________________
વિજ્ઞાનના શબ્દોમાં કહીએ તે જે પદાર્થોને અમે શક્તિના નામથી ઓળખીએ છીએ તે પુદ્ગલ પદાર્થોનું જ સૂમરૂપ છે.
પૂર્વના વૈજ્ઞાનિકેએ શક્તિને પદાર્થ નહિ માનવાનું કારણ ફક્ત એ જ હતું કે તેઓ શકિતને ભારશન્ય પ્રવાહ માનતા હતા. પરંતુ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે બતાવ્યું કે શક્તિ એ ભારરહિત તત્વ નથી. કારણ કે તેમાં પણ નિશ્ચિત મર્યાદાથી પદાર્થ છે. રેડિયેશન પણ એક શકિત છે, જે સૂર્યથી પ્રવાહિત થાય છે અને તેથી સૂર્યમાંથી પ્રતિવર્ષ ૧ ખરબ અને ૩૮ અરબ ટન પદાર્થ (Mass) કણે ખરે છે. જેથી શક્તિ અને પદાર્થ એક વસ્તુ વિશેષનાં બે પ્રથક નામ છે. વૈજ્ઞાનિકની આ સ્પષ્ટતાથી હવે સાબિત થઈ ચૂકયું છે કે જૈનદર્શનની માન્યતાનુસાર શક્તિ નામે કેઈ સત્તા, પદાર્થથી પૃથ નથી જ, પ્રસન્નતાની વાત એ છે કે પદાર્થ અને શક્તિ સંબંધમાં વિજ્ઞાન પણ હવે જૈનદર્શનની માન્યતાને સંસ્મત બની ગયું છે.
આ ઉપરથી સમજી શકાય છે કે વૈજ્ઞાનિકોએ અગાઉ સંશોધન કરી વિશ્વના તમામ પુગલ પદાર્થોનું ઠેસ, તરલ અને બાષ્પ એમ ત્રણ સ્વરૂપે જ વર્ગીકરણ કરેલું છે, તે અધુરૂં જ છે. કારણ કે જેને તેઓ પદાર્થ સ્વરૂપે નહિ સ્વીકારતાં માત્ર શક્તિરૂપે જ ઓળખાવતા હતા તે પ્રકાશ, છાયા આદિ પદાર્થોની ગણત્રી ઉપરોક્ત ત્રણ સ્વરૂપે પૈકી એક પણ સ્વરૂપે ન હતી. પરંતુ હવે તો તે પ્રકાશ આદિ, એક પદાર્થ– સ્વરૂપે હોવાનું વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ સાબિત થયું હોવા છતાં