________________
અને કરે છે. તેવા આવિષ્કાર પૈકી કેટલાક આવિષ્કાર એવા છે કે જ્યાં વર્તમાન વૈજ્ઞાનિકેની પણ બુદ્ધિ પહોંચી શકતી નથી. કેઈપણ યાંત્રિક સાધન વિના સેંકડો માઈલ દૂરના ભાગ પર સંદેશા ચલાવી શકવાના એસ્ટેલીઆના કેટલાક જંગલી આદિવાસી લેકેના આ રહસ્યથી આધુનિક વિજ્ઞાન પણ અજ્ઞાત છે. આ જંગલ ટેલીગ્રાફ તે “સુલગાવાયર”ના નામે ત્યાં ઓળખાય છે. સંદેશાવાહનની અજાયબ રીતની આ હકીકત સત્ય છે, અને ઘણું સુધરેલા માનવીઓએ આદિવાસીઓ સાથે આ રીતને અનુભવ કર્યો છે.
આફ્રિકાના જંગલેમાં એમ કહેવાય છે કે જંગલીએ સૂકા ઝાડના ઉપર પ્રહાર કરી ટકેરા મારે છે. થડા અંતરે બીજે જંગલી તે સાંભળે છે, એટલે તે ફરી એવા કેરા મારે છે. અને આ પ્રમાણે અમુક વર્ગની આખી ટોળીમાં સંદેશ ફરી વળે છે. કેરાની ઢબ અને સંખ્યા ઉપરથી તેઓ સંદેશાની હકીકત ઉપર અનુમાન બાંધે છે. પણ ઓસ્ટ્રેલીઆના જંગલીઓની સંદેશા આપ લેની વિધિ એકદમ ગૂઢ છે. તેનું રહસ્ય કેઈ ઉકેલી શકતું નથી. પણ ઘણા જ અંતરે થતે બનાવ નજીવા સમયમાં જગલીની મદદથી જાણવામાં આવી જાય છે, ત્યારે સુધરેલે મનુષ્ય વિસ્મય પામે છે. અને ઓસ્ટ્રેલીઆમાં હજુ પણ કેટલાક એવા ભાગે છે કે જ્યાં ગેરાએ જઈ શકતા નથી. સંદેશ મોકલવાની આદિવાસીઓની રીત સુધરેલા લેકોને નવાઈ પમાડે છે, પરંતુ આદિવાસીઓના મનને તે એક બચ્ચાના ખેલ સમાન છે. છતાં પણ કોઈ મૂળ રહેવાસી, ગોરા પાસે આ રહસ્યને