________________
ખબર આપી કે તે હોટલમાં મનીલાવાસીએ (ફીલીપાઈન. ટાપુને) ફલેચરને ઠાર કર્યો છે.
કેઈમૂળ રહેવાસી આવી ખબર આપે ત્યારે સુધરેલે માણસ તેને વિગત પૂછે તે તે મૌન જ ધારે છે. અને એટલું જ બોલે છે કે “સુલગાવાયરને ખબર મળ્યા.
- મૂળ રહેવાસીઓમાંના કેટલાક તે યુરોપીયનોને બેવકૂફ સમજે છે. કારણ કે તેઓ જંગલમાં રસ્તો શોધવા બીનલાયક છે. અને મેટા મોટા સાધને વિના સંદેશા ચલાવી શતા નથી.
સંદેશાની આપલેને અભ્યાસ કરવાની અમુક જગલીએને જ છૂટ મળે છે. છેક પુખ્ત વયનો થાય ત્યારે મેટેરાઓ તરફથી તેને છ માસની સખત તાલીમની કેળવણી મળે છે.. આ ગાળામાં તે શિકાર, સંદેશા, સમાજ-વ્યવહારનું જ્ઞાન, ભેદભર્યા રહસ્ય અને કળાઓ શીખી લે છે. પછી તે ગમે. ત્યાં જાય પણ પિતાની યુક્તિઓ વિષે ભારે મૌન સેવે છે.
પરાપૂર્વથી ચાલતા આવેલા રિવાજોને અનુસરનારા ઓસ્ટ્રેલીઅન મૂળવાસીઓમાં ભેદ ફેટ કરવાના કામ માટે મતની જ શિક્ષા અપાય છે. અને તેઓ અમુક રહસ્યને બહારના મનુષ્યથી છુપાવી જ રાખે છે. આ રીતે અલ્પ સમયમા પણ દૂર દૂર સુધી સંદેશવાહકની કળા, વર્તમાન વિજ્ઞાન ઉપરાંત જંગલી ગણાતા એવા ઓસ્ટ્રેલીયાના આદિ વાસીઓમાં પણ રહેલી છે.