________________
૮૦
વસ્તુમાં પ્રકટ યા અપ્રકટ રૂપે પણ શેષ ત્રણ અવશ્ય હેવા જ જોઈએ. માટે પ્રકાશમાં રૂપ અનુભવાય છે તે સ્પર્શ, રસ અને ગધનું અસ્તિત્ત્વ પણ સિદ્ધ થાય છે. જો કે તે
એટલા બધા સૂફમ છે કે તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, લક્ષિત કરી શકતી નથી. તે પણ તેનું અસ્તિત્વ તે અવશ્ય છે. અત્યાર સુધી શક્તિ યા ગુણને વૈજ્ઞાનિકે. પીગલિક પદાર્થ સ્વરૂપે માનતા ન હતા. જેથી તેઓએ ફક્ત શક્તિસ્વરૂપે જ સ્વીકારેલ પ્રકાશ આદિને, ત્રણ પ્રકારે કરેલ પદાર્થ વગીકરણમાં કેઈપણ પ્રકારરૂપે ગયાં નથી. પરંતુ પ્રખ્યાત વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને પૂર્વના વૈજ્ઞાનિકની પુદ્ગલ અને શક્તિને ભિન્ન ગણવાની માન્યતાને અસત્ય ઠેરાવી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્ય અને શક્તિ તે એકબીજાથી અત્યન્ત ભિન નથી. વિજ્ઞાનના ક્ષેત્રમાં આઈનસ્ટાઈનને આ એક ક્રાન્તિકારી નિર્ણય રહ્યો છે.
આ પ્રમાણે પદાર્થ અને શક્તિમાં જે રીતે ભિન્નતાની માન્યતા હતી તે હવે નવા વિજ્ઞાનમાં રહી નથી. આ વાત
ક્ત પ્રકાશના જ વિષયને અંગે નહિં, પણ શક્તિના અન્ય સર્વરૂપમાં હવે શક્તિ અને પદાર્થનું તાદાભ્ય સ્પષ્ટ નક્કી બની રહ્યું છે.
જૈન દર્શનકાએ છાયા, આતપ, પ્રકાશ, આદિને પણ પૌગલિક બતાવ્યાં, પરંતુ વિજ્ઞાને તે સર્વને શક્તિના રૂપમાં સ્વીકાર કર્યો હતે. જૈન દર્શનનું કહેવું એ હતું કે પદાર્થથી જુદી, શક્તિનામની કઈ પૃથકસત્તા નથી. અર્થાત્