________________
૭૩
છદ્રસ્થ ને પ્રત્યક્ષ સિદ્ધ તે નથી, પણ કાર્યલિંગની અપેક્ષાએ અનુમાનથી જાણું શકાય છે.
વિશ્વમાં વિવિધસ્વરૂપે રહેલ સર્વ પુદ્ગલપદાર્થોનું વર્ગીકરણ આ પ્રમાણે છ પ્રકારથી જૈનદર્શનમાં જેમ બતાવ્યું છે, તેમ વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સર્વ પગલપદાર્થોને સમાવેશ (૧) ઠેસ (નક્કર) (૨) તરત (પ્રવાહી) અને (૩) આ૫ (વાયુ–ગેસ આદિ) એમ ત્રણ પ્રકારમાં જ કર્યો છે. જે જેનદર્શન કથિત છ પ્રકારો પૈકી પહેલા, બીજા અને ચોથા પ્રકાર સ્વરૂપે છે. પરંતુ આ ત્રણ પ્રકારમાં જ સર્વ યુગલ પદાર્થોને સમાવેશ થઈ શકતું નથી. કારણ કે જો એમ માનવામાં આવે કે આ ત્રણ પ્રકાર સિવાય અન્ય કોઈ પ્રકારે પુદગલપદાર્થનું અસ્તિત્વ છે જ નહિં, તે વૈજ્ઞાનિકોએ કહેલ પરમાણુને વિભેદ થવાથી વિવિધ પ્રકારે થતા પદાર્થ કણેને આ ત્રણ પ્રકારમાંથી કયા પ્રકારમાં ગણ?
પરંતુ તે સૂફમકણો તે એ ત્રણે પ્રકારથી અન્ય પ્રકારે જ છે. માટે સવ પુદગલ પદાર્થનું એ ત્રણ સ્વરૂપે કરેલ વગીકરણ અધુરૂં જ હોવાથી વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેટલા પુદગલ પદાર્થોને ખ્યાલ છે, તે સિવાય પણ કેટલાક અતિન્દ્રિય પદાર્થોનું જગતમાં અસ્તિત્વ છે. આવા પદાર્થોના અસ્તિત્વની સાબિતી પ્રત્યક્ષરૂપે ભલે નહિં મનાય, પરંતુ કાર્યલિંગની અપેક્ષાએ અનુમાનથી તે જાણી શકાય છે.
જગતમાં પ્રાણીમાત્ર શરીરધારક છે, નાના કે મોટા પ્રાણુઓનાં શરીર, વિવિધ સ્વરૂપે આપણે આંખોથી પ્રત્યક્ષ