________________
હક
એવી તે લાગેલી હોય છે કે એમનું મન કાયમ એ જ ભાવનામાં રમ્યા કરે છે. કે પરિણામે એમની એકાગ્ર વિચારધારા જ એમણે પેલી ભગવાનની મૂર્તિનું રૂપ ધારણ કરે છે. જે ભક્તને જેવા રૂપની કલ્પના થઈ હોય તેને તેવા જ રૂપને ભાસ થાય છે. આ એક એકાગ્રે વિચારધારાનું જ પરિણામ છે. એમને ભગવાનરૂપે દશ્યમાન થાય છે. પણ ભક્તોને ભક્તિની તલ્લીનતામાં આ વસ્તુસ્થિતિની સત્યતાને ખ્યાલ નથી હતા. એમને તે માત્ર ખ્યાલ ઈશ્વરદર્શનને જ હોય છે. વળી ઉંઘતે માણસ સ્વપ્નમાં જુદી જુદી આકૃતિઓ દેખે છે તે પણ નિદ્રાવસ્થામાં વર્તતી અવ્યવસ્થિત વિચારધારાનું જ પરિણામ છે. એટલે વાણીરૂપે થતા મનુષ્યના પ્રયત્ન દ્વારા આકાશમંડળમાં જેમ ધ્વનિ તરંગોની ઉત્પત્તિ થાય છે, તેમ મનન–ચિંતન–વિચાર સ્વરૂપે થતા મનુષ્યના પ્રયત્ન દ્વારા પણ અમુક તરંગેની ઉત્પત્તિ થઈ, તે તરંગ વિવિધ પ્રકારની આકૃતિઓરૂપે ફેલાય છે.
જે વસ્તુનું ચિંતન કરવામાં આવે છે, તેનાં માનસ ચિત્રો, સ્થૂલ પદાર્થોની માફક જ હાલના સાહસિક વૈજ્ઞાનિકોના અદૂભૂત કેમેરા દ્વારા ખેંચી શકાય છે. દરેક ક્ષણે મસ્તકમાંથી વિચારને પ્રવાહ ચાલતું જ હોય છે. માનવની કલ્પના પ્રમાણે વિચારેનું ચિત્ર ખેંચાય છે.
વિશ્વમાં વ્યાપ્ત આકાશતત્વમાં, ઉઠતી માનસિક વીજળીની લહેરને “વિચાર” કહેવામાં આવે છે, આકાશમાં તે લહેરોને પ્રવાહ જરા પણ અડચણ વગર ચાલુ રહે છે. વિચાર તરંગેની ગતિ, પ્રકાશની તુલનામાં અનેકગણી વધારે