________________
૪૧
સંબંધથી જીવના કેઈ પણ ઉત્પાદ યા વિનાશ પામતા પર્યાયમાં કૃતકૃત્ય ઈશ્વરને હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા હોઈ શકતી જ નથી.
જગતના સર્વ પ્રાણુઓ તાત્વિદૃષ્ટિથી તે ઈશ્વર જ છે. પરંતુ કર્મસંબંધના કારણે જ જૈનદર્શનકારેએ સર્વ જીવોનું આદ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપ ત્રણ પર્યાયસ્વરૂપે વર્ગીકરણ કરેલું છે. તેમાં પ્રથમના બે પયામાં અને ત્રીજા પર્યાયમાં વિષમતાનું જે કંઈ પણ કારણ હોય તો કર્યાવરણ જ છે. પ્રથમના બે પર્યા ધરાવતા આત્માની શક્તિઓ, કમવરણેથી ઘેરાઈ ગયેલી છે. પરંતુ જીવ જ્યારે સ્વપુરુષાર્થ દ્વારા તે આવરણને પોતાનામાંથી હઠાવી દઈ પોતાની સર્વશકિતઓને પૂર્ણ રૂપે પ્રકાશિત કરે છે, ત્યારે તે જીવ, પરમાત્મસ્વરૂપ પર્યાયને પ્રાપ્ત કરે છે. આ પરમાત્મા તે જ ઈશ્વર છે. પરમાત્મપણું પ્રાપ્ત કરવામાં સર્વ જીવોને સરખો જ હકક છે. અનંત જીવો પરમાત્મા બન્યા છે, અને બનશે. પરમાત્મદશારૂપ પર્યાય કરતાં તેથી અધિક શક્તિવાળે જીવનો અન્ય કેઈ પર્યાય હોઈ શો જ નથી.
પરમાત્મદશા એટલે મુક્તદશા. માટે મુક્તદશાને પામેલ જીવ કરતાં ઈશ્વરમાં કઈ વિશેષતા છે જ નહિ. છતાં તેમાં વિષમતા માનનારે તેનું કારણ બતાવવું જોઈએ. કારણ વિના કાર્ય સંભવી શકતું જ નથી. કેવળ વિAવાસના બળ ઉપર ઈશ્વર એક જ હોવાની માન્યતાને સ્વીકાર કરવો તે ઉચિત કહેવાય નહિ. જીવ અને ઈશ્વરની વિષમતાનું કારણ તે