________________
૬૦
જગતમાં નાના મોટા જે પદાર્થ નેત્રદશ્ય છે, તે જૈનદશનની દૃષ્ટિએ તે સ્કંધ જ છે.
સ્કંધની બાબતમાં એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે જેમાં એક કરતાં વધુ એવી કેઈ પ્રકારની સંખ્યાપ્રમાણ પરમાણુના એકીભાવને સ્કંધ કહેવાય છે, તેમ વિવિધ સ્કોના પણ એકી ભાવને તથા સ્કોમાંથી એક કરતાં અધિક એવી ગમે તે સંખ્યા પ્રમાણ એકીભાવ પરમાણુવાળા જેટલા ટુકડા તૂટી જઈ અલગ પડે છે તે સર્વને પણ સ્કંધ કહેવાય છે. આધુનિક વિજ્ઞાન જેને અણુ, પરમાણુ, પ્રેટોન, ન્યૂટ્રોન અને ઈલેકટ્રેન કહે છે, તે સર્વ જૈનદર્શનની માન્યતાનુસાર તે સ્કધ જ કહેવાય છે.
આવા પૌગલિક ધોનું અસ્તિત્વ જગતમાં વિવિધ સ્વરૂપે વર્તતું હોવાથી વ્યવહારમાં તે ભિન્ન ભિન્ન સંજ્ઞાઓથી ઓળખાય છે.
પદાર્થનું અવસ્થાન્તર થવાથી તેમાં શક્તિનું પણ રૂપાતર થાય છે. એટલે પદાર્થની અવસ્થાન્તર દિશામાં વર્તતી પદાર્થ શક્તિ અનુસાર તે પદાર્થ ભિન્ન ભિન્ન સંજ્ઞાથી વ્યવહારાય છે. સર્વજ્ઞ ભગવતેએ વસ્તુની આ રીતની યથાર્થ સંજ્ઞાઓને પૃથક પૃથક સ્વરૂપે નહિ વર્ણવતાં બાહ્ય દેખાતા સર્વ રૂપીપદાર્થોને માત્ર પુદગલ સંજ્ઞાથી જ પ્રતિપાદન કરેલ છે. કારણ કે ભિન્ન ભિન્ન સંજ્ઞાથી વ્યવહાય થતા જગતના સર્વરૂપી પદાર્થોમાં મૂળ દ્રવ્યરૂપે તે પૌગલિતા જ શાશ્વત છે. પદાર્થોની ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ તે પુદ્ગલદ્રવ્યની ભિન્ન