________________
જ પરમાપુદ્ગલ તે સ્કંધપર્યાયને પામે છે. પરસ્પર ગુંથાઈ ગયા વિના અંતર વિના પણ માત્ર પરસ્પર સ્પર્શીને રહેલ પરમાણુ સમૂહને સ્કંધ કહી શકાય નહિં. આ પ્રમાણે વિવિધ સ્કંધને પણ એકીભાવ થવાથી એક સ્કંધરૂપે બની રહેવામાં ઉપર મુજબ જ સ્નિગ્ધ અને રાક્ષસ્પર્શના નિયમ સમજે.
પુદ્ગલને પરસ્પર ગુંથાઈ જવારૂપ બન્ધ તે ત્રણ પ્રકારના હોય છે. (૧) જીવન પ્રયત્ન વડે થયેલે બન્ય, (૨) જીવના પ્રયન વિના સ્વાભાવિક થયેલ બન્યા અને (૩) જે બન્ધ થવામાં છવપ્રયાગ અને સ્વાભાવિકપણું બન્નેને સંયોગ હેય. આ ત્રણે પ્રકારેને શાસ્ત્રીય ભાષામાં અનુક્રમે (૧) પ્રાગકૃત બન્ધ (૨) વિશ્વસાબંધ અને (૩) મિશ્રબંધ કહેવાય છે. જીવમાત્રમાં શરીરનું થતું નિર્માણ તે પ્રાકૃત બંધથી થયેલું હોય છે. ઉકાપાત, વાદળાં, ઈન્દ્રધનુષ વગેરે વિશ્રસા બંધથી થાય છે. માણસે મકાન બનાવે, વાસણ બનાવે ઇત્યાદિ મિથબંધથી થયું ગણાય છે. બંધ તે પરમાણુ સાથે પરમાણુનો પણ થાય. સ્કન્ધન અને પરમાણુનો પણ થાય. તથા સ્કર્ષ અને સ્કન્યને પણ થાય. તેમાં ગમે તે રીતે થતા બંધ તે ઉપર મુજબ સ્નિગ્ધ અને જક્ષ સપથી જ જાણ.
સ્કન્દમાંથી પુગલપરમાણુનું છૂટું પડવું તેને ભેદ કહેવાય છે. સ્કલ્પમાંથી છૂટો પડતો તે ભાગ એક પરમાણુરૂપે હોય અને એક કરતાં વધુ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહરૂપે પણ હોય. અર્થાત્ સંઘાતપણે હાય.