________________
પ૭ પણ એક વિષય આપણને ઇંદ્રિયગમ્ય ન થાય તેથી કરીને તે તે વિષય તે પદાર્થમાં નથી એમ આપણાથી કહી શકાય નહિ. વળી કેટલાક પદાર્થના વર્ણાદિ ચારેય વિષયમાંથી એકે ય વિષય આપણને ઇંદ્રિયગોચર ન થાય તેથી કરીને વર્ણાદિયુક્ત તે પદાર્થનું જગતમાં અસ્તિત્વ જ નથી એમ પણ ન કહી શકાય. માટે ઇંદ્રિયગમ્ય ન થઈ શકે એવા પણ રૂપીપદાર્થોનું અસ્તિત્વ આ જગતમાં હોઈ શકે છે.
જૈનદર્શન પ્રરૂપિત મૌલિક છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય અરૂપી છે અને પુગલદ્રવ્ય જ એક રૂપી છે. પુદગલ શબ્દનો વ્યવહાર માત્ર જૈનદર્શનમાં જ પ્રચલિત છે. અન્ય કઈ દર્શનમાં કદાચ તે શબ્દ પ્રચલિત હશે તે કઈ અન્ય અર્થરૂપે હશે. પણ જે અર્થરૂપે જૈનદર્શનમાં પ્રચલિત છે, તે અર્થરૂપે અન્ય દર્શનમાં તે નથી પુદગલ શબ્દ જૈન પારિભાષિક હોવા છતાં વ્યુત્પત્તિક છે. પુરીનું પૂત પઢિચીરિ ઢ' અર્થાત્ પૂર્ણ સ્વભાવથી પૂત અને ગલન સ્વભાવથી ત્રિ, એ બે અવયના મેળથી પુદ્ગલ શબ્દ બન્ય છે. પૂરણ અને ગલનનું હેવાપણું પુગલમાં કેવી રીતે ઘટી શકે તે હકીકત આગળ વિચારાઈ ગઈ છે.
આધુનિક વિજ્ઞાન જેને મેટર (Matter) કહે છે, તે મેટર શબ્દને પર્યાયવાચી શબ્દ પુદ્ગલ કહી શકાય. આજનું અણ વિજ્ઞાન તે જૈન પારિભાષિક શબ્દથી કહીએ તે “યુગલ –વિજ્ઞાન જ છે. આધુનિક વિજ્ઞાન જેને મૌલિક ત કે મિશ્રિત તો કહે છે, તે બધા પદાર્થ જૈનદર્શનની દૃષ્ટિએ