________________
૪૮
આદર-સન્માન, જૈને જેટલું કર્યું છે, તેટલું અન્ય કેઈએ. કર્યું જ નથી. કારણ કે જેનોની ઈશ્વર પ્રત્યેની ભક્તિ તથા બહુમાન એવી રીતનું છે કે જેથી ઈશ્વરતાને દૂષણ ન આવે. અર્થાત્ જૈન દર્શનમાં પરમેશ્વરની માન્યતા અને મહત્તા તે, ભૌતિક પદાર્થોના મહિમાને લક્ષમાં રાખીને કે શત્રુવિનાશક દષ્ટિએ નથી. વળી સંસારસૃજક તરીકે પણ ઈશ્વર હોવાનું જૈનદર્શનને માન્ય નથી. આ વિષય પર વિચાર કáાથી. સ્પષ્ટ માલુમ પડે છે કે ઈશ્વરને જગતકર્તા તરીકે માનવાથી તે ઈશ્વરમાં ઘણાં દૂષણ પેદા થઈ જાય છે. અને જે ગુણોના. થાન તરીકે આપણે ઈશ્વરને માનીએ છીએ, તે ગુણોનું અસ્તિત્ત્વ ઈશ્વરમાં રહી શકતું નથી. એવી માન્યતાથી તે ઈશ્વરમાં અને સંસારી જીવનમાં કંઈ પણ ભેદ રહી શકતો. નથી. આ વિષય અંગે ઘણું પુસ્તકે લખાઈ ચૂક્યાં છે. માસિક યા અઠવાડિક વર્તમાનપત્રોમાં પણ અનેકવાર લેખે. પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ એ વિષય એટલે બધે વિશાળ છે કે કર્તાવાદી તેને સાંગોપાંગ સ્થિર ચિત્તથી વાંચતા નથી. વળી તેમાં કઠિનતા પણ એટલી છે કે સાધારણ બુદ્ધિના મનુષ્યોની સમજમાં પણ ઝટ આવવું મુશ્કેલ છે. જૈનદર્શન કથિત આત્મસ્વરૂપ, વિવિધની બાહ્ય અને આંતરિક વિવિધ અવસ્થા, અણુપગલવાદ, કર્મવાદ આદિ દ્રવ્યાનુયોગના વિષનું તલસ્પર્શી જ્ઞાન જે મનુષ્ય પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ કરી સત્યાગવેષક બુદ્ધિએ પ્રાપ્ત કરવા
શિષ કરે છે, તે મનુષ્યો જ જૈનદર્શનકથિન ઈશ્વરતાના પરમાત્માના વિશ્વાસુ બની શકે છે.