________________
પ્રકરણું ૪ થું યુગલ સ્વરૂપ વિચાર
જૈનપારિભાષિક શબ્દથી જેને દ્રવ્યાનુગ કહેવાય છે, તેને વર્તમાન વૈજ્ઞાનિક ભાષામાં “પદાર્થ વિજ્ઞાન” કહેવાય છે.
પદાર્થ વિજ્ઞાન તે જગતમાં બે પ્રકારનું વતે છે. (૧) સર્વજ્ઞ આવિષ્કાતિ અને (૨) છદ્મસ્થ આવિષ્કારિત.
પદાર્થ વિજ્ઞાન જાણવામાં જેઓ બિલકુલ ઈન્દ્રિયાધીન નહિ હેતાં, ઈન્દ્રિયેની અપેક્ષા વિના પણ રૂપી–અરૂપી સર્વ પદાર્થવિષયને સંપૂર્ણપણે અને ત્રિકાલ અબાધિત રીતે આત્મસાક્ષાત્ જાણી રહ્યા છે, તેઓ શ્રી વીતરાગ સર્વજ્ઞ કહેવાય છે. પદાર્થ વિષયને જાણવામાં ઇનિદ્રાધીન હોવાથી જેઓની જ્ઞાનશક્તિને વિકાસ, રૂપીપદાર્થ પૂરતું જ સીમિત છે, તેવા છદ્મસ્થ કહેવાય છે. ' છદ્મસ્થ મનુષ્યની આવિષ્કારશક્તિ તે ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થવિજ્ઞાન સુધીની જ છે. જે પદાર્થ આંખથી દેખી શકાય, યા કાનથી સાંભળી શકાય, યા જિહાથી આસ્વાદી શકાય, યા નાસિકાથી સૂંઘી શકાય, યા શરીરથી સ્પશી શકાય, તેવા પદાર્થવિજ્ઞાનને જ છદ્મસ્થ જી પ્રાગદ્વારા આવિષ્કારી શકે છે. ઈદ્રયગ્રાહ્ય પદાર્થો તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ