________________
પર યુકત હોય. એવા પદાર્થોને જ રૂપી પદાર્થ કહેવાય. દરેક રૂપી પદાર્થો માત્ર રૂપયુક્ત જ, યા ગંધયુક્ત જ, યા રસયુક્ત જ, કે સ્પર્શયુક્ત જ નહિ હોતાં રૂપાદિ ચારેયથી યુક્ત હોય. આવા રૂપી પદાર્થોના પણ સંપૂર્ણ અને અબાધિતપણે આવિષ્કારક તે વીતરાગ સર્વજ્ઞો જ હોઈ શકે. છદ્મસ્થ મનુબેની તે રૂપ પદાર્થ અંગેની પણ આવિષ્કારશક્તિ અપૂર્ણ હોય છે. માટે રૂપીપદાર્થની સ્વરૂપવિચારણા પણ સર્વજ્ઞકથિત આગમ અનુસારે જ અહિં કરવાની છે.
દરેક રૂપીપદાર્થમાં, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ચારે હોવા છતાં દરેક વસ્તુઓમાં વર્ણાદિ ચારેનું અસ્તિત્વ સરખા અંશયુક્ત જ હોય, કે દરેક રૂપીપદાર્થો અ ન્ય એક જેવા જ વર્ણાદિવાળા અગર સમાન અંશયુક્ત વર્ણાદિ વાળા હોય એવું નિયત નથી. જૈનદર્શન તે કહે છે કે જગતમાં વર્તતા અનેકાનેક રૂપીપદાર્થના અણુઓમાં અને સ્કંધમાં વર્ણાદિ ચારેયનું અસ્તિત્વ ષગુણ હાનિવદ્ધિ રૂપે હોય છે.
કેટલાંક પદાર્થો એવા પણ હોય છે કે તેના વર્ણાદિચારેમાંથી કેાઈ એક યા બે ચા ત્રણ અને કેઈકના તે ચારે પણ ઈન્દ્રિયગમ્ય બની શકતા નથી. વર્ણાદિ ચારે હોવા છતાં પણ ઇન્દ્રિયગમ્ય નહિ બની શકવાનું કારણ તે તે વિષયાંશેની ન્યૂનતા છે.
વર્ષાદિને જાણી શકવાનું સાધન ઇન્દ્રિ છે. માટે ઈન્દ્રિયો જાણું શકે તેટલા જથ્થા પ્રમાણ જ વર્ણાદિ વિષયો