________________
૪૦
જીવના સુખદુઃખરૂપે પર્યાની ઉત્પત્તિ કરવામાં અસમર્થ છે. અને તેમાં પણ અન્ય કેઈ ચેતનની પ્રેરણા નહિ હોતાં, કર્મથી સર્વથા મુક્તજીની અપેક્ષાએ પણ જેમાં કંઈક વિશેષતા છે, એવા ઈશ્વરની પ્રેરણા જ માનવી જોઈએ. માટે જીના પર્યાની ઉત્પત્તિ અને વિનાશમાં પણ ઈશ્વરકતુંત્યવાદ માન જોઈએ.”
જૈનદર્શન કહે છે કે, “કમ એ પુદ્ગલ છે. ચેતનની સાથે સંબ અને નહિ પામેલ પુદગલે, જીવને અનુગ્રહ કે ઉપઘાત કરવાને અસમર્થ છે. જેમ બાટલામાં ભરીને રાખી મૂકેલ શરાબ યા રાખી મૂકેલ બ્રાહ્મીપ્રમુખ ઔષધિ તે જીવને ઉપઘાત કે અનુગ્રહુ કરવામાં અસમર્થ હોઈ મદ્યપાન અને બ્રાહ્મીનું સેવન કરનાર જીવ જ ઉપઘાત કે અનુગ્રહને પામી શકે છે તેવી રીતે જીવન પ્રયત્નવડે ગ્રહણ કરાયેલ કાર્મણ વર્ગણારૂપ પર્યાયને પામેલ પુગલે જ જીવ સાથે શ્રીરનીરવત્ ચા લેહાગ્નિવત સંબંધને પામી, કર્મપર્યાયે પરિણમી, અમુક સમય બાદ જ જીવને અનુગ્રહ કે ઉપઘાત કરવામાં સમર્થ છે. તે અનુગતુ કે ઉપઘાત સમયે જીવ વિવિધ અવસ્થારૂપ પર્યાયને પામે છે. વળી જેમ મદ્યપાન કે બ્રાહ્મીપ્રમુખ ઔષધિઓના સેવન બાદ તેનાથી થતી અસર પ્રગટ થવામાં, ચા તે કેઈ ગરમ ચીજ ખાધા બાદ તડકામાં ઊભા રહેનાર માણસને તરસ લાગવામાં કેઈની પણ પ્રેરણાની જરૂર નથી, તેમ જીવઢારા સ્વપ્રયત્નવડે ગ્રહણ કરાયેલા કર્મયુગલેના ફળને ભેગવવા ટાઈમે અન્ય કેઈ ચેતનની પ્રેરણાની જરૂર જ હોઈ શકતી નથી. એટલે કર્મને