________________
સદાના માટે કેઈ અમુક એક જીવને જ હોય તેવું બનતું નથી. વિવિધ સમયે વિવિધ પુદ્ગલપર્યાયે વિવિધ જીના પ્રયત્નજન્ય હોય છે.
પુગલદ્રવ્યના પરમાણુઓ અનંતાન ત છે. તેઓ સ્વતંત્ર પણ રહી શકે છે, અને એક યા અધિક સંખ્યા પ્રમાણમાં એકત્ર બની ધરૂપે પણ રહે છે. સ્કંધસ્વરૂપે બની રહેલામાં વ્યક્તિ સ્વરૂપે જે જે પરમાણુઓ હોય તેને તે જ કાયમ રહેતા નથી. તેમાંથી અમુક સમયે અમુક પરમાણુઓ અલગ પડી અન્ય પુદ્ગલસ્કંધમાં જઈ ભળે, યા અલગ પડેલે સમૂહ અન્ય સમૂહમાં ભળ્યા સિવાય સ્કંધપણે પણ રહે, યા છૂટા પડેલા સમૂહમાંથી પરમાણુઓ છૂટા પડી જઈ સ્વતંત્ર એક એક પણ રહે જે સ્કમાંથી આ પ્રમાણે એક યા અધિક પરમાણુસમૂહ છૂટો પડે તે સ્કંધમાં અન્ય કોઈ એક પરમાણુ યા પરમાણુસમૂહ આવીને પણ મળે અને જુના પરમાણુઓ અલગ થતા પણ રહે. એમ પુદ્ગલના વિવિધ સ્કમાં પરમાણુઓની ન્યૂનાધિકતા થતી જ રહે છે. આ રીતે એક સ્થળેથી અન્ય સ્થળે મળતા અને વિપરાતા પુગલ પરમાશુઓ સદાકાળ શાશ્વત છે. જેટલા છે તેટલાને તેટલા જ છે. કઈ કાળે જગતમાં એક પણ પરમાણુ વધતે કે ઘટતે જ નથી. તે એકેક પરમાણુ સ્વતંત્રરૂપે યા અન્ય પરમાણુઓ સાથે મળીને એક સ્કંધથી અન્ય ક ધમાં મળવા અને વિખરવાવડે કરીને આગળ અતીતકાળે અનંતી અનંતીવા૨ એકેક વસ્તુમાં પરિણમી ચૂક્યો. ત્યાં જે વસ્તુમાં પરિણમીને