________________
(૧) શુદ્ધ દ્રશ્ય વ્યંજન પર્યાય- (૨) અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. (૩) શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય. (૪) અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય, (૫) શુદ્ધ ગુણવ્યંજન પર્યાય, (૬) અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય. (૭) શુદ્ધગુણ અર્થ પર્યાય અને (૮) અશુદ્ધ ગુણ અર્થ પર્યાય. આ દરેક પ્રકારની સ્પષ્ટ સમજણ દરેક દ્રવ્યમાં આ પ્રમાણે છે.
(૧) સિદ્ધપણું યા સર્વથા કર્મથી મુક્ત દશારૂપ વર્તતે. જે પર્યાય, તે જીવને શુદ્ધ દ્રવ્ય વ્યંજનપર્યાય કહેવાય છે.
(૨) જીવમાં સ્વાભાવિક અને ક્ષણમાત્ર સ્થાયી રહેવાવાળે તે જીવને શુદ્ધ દ્રવ્ય અર્થપર્યાય કહેવાય છે.
(૩) જીવના જે ચેરાસી લાખ નીના ભેદ, યા મનુષ્યત્વ, દેવત્વ, નારકત્વ, અને તિયચત્વ તે જીવન અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે.
(૪) જીવમાં અન્ય દ્રવ્યના સંબંધજન્ય ક્ષણ માત્ર. સ્થાયી પર્યાય તે જીવને અશુદ્ધદ્રવ્ય અર્થ પર્યાય છે.
(૫) જીવની અંદર અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વગેરે ગુણ છે, તે જીવન શુદ્ધગુણવ્યંજન પર્યાય કહેવાય છે.
(૬) જીવની અંદર મતિજ્ઞાનાદિ ગુણે વર્તે છે, તે જીવને અશુદ્ધ ગુણવ્યંજન પર્યાય કહેવાય છે.
(૭) જીવન કેવલજ્ઞાન પર્યાયમાં યપદાર્થના આધારે વવિધ હાનિ–વૃદ્ધિરૂપ જે પરાવર્તન થાય છે, તે ક્ષણભેદે થતા રાવત નને ‘ શુદ્ધ ગુણ અર્થે પર્યાય” કહેવાય છે.