________________
૨૮
જ્ઞાન ભિન્ન હોવાનું સ્પષ્ટ નિરૂપણ હોવાથી, શુદ્ધ ગુણમાં પણ અર્થ પર્યાય હોવાની માન્યતા યથાર્થ છે. માટે કેવલજ્ઞાન -દર્શન તે વ્યંજનપર્યાયના હિસાબે “સાદિ અપર્યવાસિત” અને અર્થપર્યાયના હિસાબે “સાદિ સપર્યવાસિત” કહેવાય છે. કારણ કે કેવળરૂપ પર્યાય પ્રવ રહેવા છતાં પ્રતિક્ષણ જ્ઞાનદર્શનપર્યાય તે ઉત્પત્તિ અને નાશને પામતે જ રહે છે.
(૮) સમય–સમયનું કેવલજ્ઞાન ભિન્ન હોવાનું નિરૂપણ સ્પષ્ટ છે. તે પછી મતિ આદિ જ્ઞાનમાં પણ સમય સમયની ભિન્નતા હોવાનું સ્પષ્ટ છે. એટલે મતિ આદિ જ્ઞાનને (કેવલજ્ઞાન સિવાય) ક્ષણ માત્ર સ્થાયી જે પર્યાય તે અશુદ્ધ ગુણ અર્થ પર્યાય કહેવાય છે. હવે પુગલદ્રવ્ય અંગે વિચારતાં
(૧) પુદગલનો જે અવિભાજ્ય પરમાણુ તે પુદ્ગલને શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય” છે.
(ર) દ્વયણુક વગેરેથી બનેલો પુદ્ગલસ્કંધ તે પુદગલને અશુદ્ધ દ્રવ્યવ્યંજન” પર્યાય છે.
(૩) એક પરમાણુ દ્રવ્યમાં વર્તતે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે પુદગલને “શુદ્ધ દ્રવ્ય અર્થ”પર્યાય છે.
() દ્રયગુકાદિ સ્કંધમાં વતે ક્ષણમાત્ર સ્થાયી પર્યાય તે પુદ્ગલને “અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય” છે.
(૫) પરમાણુ દ્રવ્યમાં એક વર્ણ—ગંધ-રસ અને અવિરૂદ્ધ બે સ્પર્શ રહે છે, તે પુદગલને “શુદ્ધ ગુણ વ્યંજન” પર્યાય છે.