________________
૩૬
જ તે દ્રવ્યના પર્યાયે પ્રયત્નજન્ય નહિં હતાં અપ્રયત્ન જન્ય છે,
પુદ્ગલ દ્રવ્યને પરમાણુ એ જન્ય નથી. અનાદિ છે. અનાદિ વસ્તુનો નાશ હોઈ શકે નહિ, તે પણ તેના વર્ણદિમાં થતા પલ્ટારૂપે એક પરમાણુમાં પણ સમયે સમયે પર્યાને ઉત્પાદ અને વિનાશ થતે જ રહે છે. આ પરમાણુ, સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અતીન્દ્રિય છે. એટલે તે પરમાણુને છસ્થ મનુષ્યો તે જોઈ શકે જ નહિ. પરમાણુ એટલે બધે બારિક હોય છે કે અગ્નિ યા શસ્ત્રાદિથી તેને નાશ કરી શકાતું નથી, અતિશયવાળા જ્ઞાનીઓ જ પરમાશુના સ્વરૂપને જોઈ શકે છે. ઘણા પરમાણુઓ એકઠા થઈ સ્થૂલ આકાર ધારણ કરે છે, ત્યારે જ છદ્મસ્થ મનુષ્ય તેને જોઈ શકે છે. જેથી એક પરમાણુ ઉપર જીવન કેઈપણ પ્રયોગ થઈ શકતે નહીં હોવાથી તે પરમાણુમાં થતા છ છ પ્રકારે હાનિ-વૃદ્ધિરૂપ તેના પર્યાય તે પ્રાયોગિક નહીં હોતાં વૈઋસિક હોય છે. જૈનશાસ્ત્રમાં પુદગલની વગણાઓનું જે વર્ણન આવે છે, તે વર્ગના પ્રત્યેક કંધે પણ પ્રાગિક નહિ હોતાં વૈદ્મસિક છે. વળી આકાશમાં થતાં વાદળાં, ઇંદ્રધનુષ, આદિ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાય છે, અને તે પણ વૈઋસિક છે. આ સિવાય અન્ય જે કંઈ પદાર્થો જગતમાં દ્રષ્ટિગોચર થાય છે, તે સર્વ પ્રાગિક (કેઈને કાઈપો જીવના પ્રયત્નજન્ય) જ છે. એટલે તેવા પદાર્થ સ્વરૂપે પરિણામ પામેલ તે ની ઉત્પત્તિમાં કઈને કેઈ જીનો પ્રયત્ન અવશ્ય હોય છે.