________________
૧૭
જ રહે છે. કેઈ વિવક્ષિત સ્કંધમાંથી એક યા વધુ સંખ્યાપ્રમાણે પરમાણુની ન્યૂનાધિકતા થાય એટલે તે અન્ય સ્કંધરૂપે કહેવાય છે. અને તે વિવક્ષિત સ્કંધમાંથી છૂટા પડેલા પરમાણુઓ જે સ્કંધથી અલગ સમૂહરૂપ બની રહે, તેને પણ સ્ક ધ કહેવાય છે. સ્કંધરૂપે બની રહેલ અમુક સંખ્યાપ્રમાણુ પરમાણુ સમૂહમાંથી એક પણ પરમાણુની કદાચ અમુક ટાઈમ સુધી ન્યૂનાધિક્તા ન થાય, અને તેના આકારાદિની જ ભિન્નતા થાય તો પણ તે અન્ય કંધરૂપે કહેવાય છે. આ સર્વ હકીક્ત વિચારતા પગલદ્રવ્યના છે “જન્ય છે, પણ અનાદિ હોઈ શકતા નથી. શાસ્ત્રમાં મેરૂ આદિ પર્વતે, શાશ્વતમંદિરે, શાશ્વત પ્રતિમાઓ, જંબુ આદિશાશ્વત વૃક્ષ, શ્રીદેવી વિગેરેનાં શાશ્વત કમળ, દેવવિમાને, વગેરે પગલિક શાશ્વત પદાર્થોનું જે વર્ણન આવે છે, તેમાં શાશ્વતપણું તે તે તે પ્રકારના આકાર અને સ્થળ આદિની અપેક્ષાએ કહ્યું છે. એ સ્કોમાંથી પણ દરેક સમયે અનંત જુના પ્રદેશ છૂટા પડે છે અને બીજા અનંત નવા પ્રદેશે આવી મળે છે. પરંતુ તેમાં એટલા બધા વધારે પ્રદેશ, છૂટા ન પડે કે જેથી ન્યૂનતા દેખાય, તેમજ એટલા બધા વધારે પ્રદેશે આવી ન મળે કે વિશેષતા દેખાય. પણ લગભગ જેટલા છૂટા પડે, તેટલા નવા મળે. માટે પદાર્થરૂપે જ તે શાશ્વત કહેવાય છે.