________________
૧૫
નાશ પણ પામે છે. એક આકાર બદલી ખીજો આકાર ધારણ કરવા, તે રીતે જીવને માટે એક ઉપયાગ બદલી ખીજે ઉપયાગ ધારણ કરવા, એ પર્યાય કહેવાય છે. જે આકાર કે ઉપયેગ મલ્યા તેને નાશ થયે, અને જે આકાર કે ઉપયેગ ધારણ કર્યાં તેની ઉત્પત્તિ થઈ. આમ પર્યાયની અપેક્ષાએ છે એ દ્રવ્યેામાં ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. છતાં તે ઉત્પત્તિ અને નાશના ખન્ને પ્રસંગમાં જે વસ્તુનુ મૂળ દ્રવ્ય છે, તે તે કાયમ જ રહે છે. પુદ્ગલના ગમે તેટલા આકારો બદલાય પણ મૂળદ્રવ્ય તે કાયમ જ રહે છે. તેમજ આત્માના ગમે તેટલા ઉપયેગા બદલાય પશુ આત્મદ્રવ્ય તેા કાયમ જ રહે છે. માટે દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રવ્યેા અવિનાશી છે.
'
આ દ્રવ્યેામાં તેના જુદાજુદા અવિભાજ્ય અંશેારૂપ અવયવેાનું એકીકરણ યા મળવાપણુ થાય તે મિલનદશાને જૈનદર્શનમાં સ્ક ધ નામે આળખાવી છે. ન્યાય આદિ દના તેને અવયવી કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને જીવાસ્તિકાય, એ ચાર દ્રવ્યે તે અસંખ્ય પ્રદેશ (અવિભાજ્ય અંશ) યુક્ત સ્કધરૂપે જ સદા હોય છે. સ્વતંત્ર રૂપે નહિ રહેતાં અન્ય અંશે સાથે સંબંધિત થઈને રહેલા પ્રત્યેક અંશને પ્રદેશ કહેવાય છે અને અન્ય અંશે સાથે સંબધિતરૂપે નહિ રહેતાં સ્વતંત્ર એકાકી રહેનાર અંશને પરમાણું કહેવાય છે. છ એ દ્રબ્યા પૈકી ફક્ત પુદ્દગલ દ્રવ્યના જ પ્રદેશ સ્વત'ત્ર રહી શકતે હાવાથી તે પ્રદેશ, પરમાણુની