________________
૧૪
કાળદ્રવ્ય તે નિશ્ચયથી એક સમયરૂપ હોવાથી એક જ છે. પરંતુ વ્યાવહારિક નયે, સમય ઈત્યાદિરૂપે અનેક છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ અને જીવા સ્તિકામાં કેઈપણ એક જ દ્રવ્યના પ્રદેશ દરેકના અસંખ્યાતા અને અ ન્ય સમાન છે. એકના બે ભાગ ન થાય તેવા પરમાણુ, જેટલી આકાશની જગ્યાને વ્યાપીને રહી શકે તેટલા અંશને પ્રદેશ કહેવામાં આવે છે.
પુદ્ગલાસ્તિકાય અનંત પરમાણુ યા અનંત પ્રદેશેવાળ પણ છે.
કાળદ્રવ્ય તે વર્તમાન એક સમયરૂપ જ હાઈ પ્રદેશપિંડવાળું નથી. એટલે જ તેને અસ્તિકાય કહેવામાં આવતું નથી. નયચક્રમાં તે પાંચદ્રવ્યના અગુરુલઘુ પર્યાયને જ કાળ કહેલે હાઈ તેને ઉપચરિત નયથી જ દ્રવ્ય કહેવામાં આવે છે.
પુદગલાસ્તિકાય સિવાય કોઈપણ દ્રવ્યને એક પણ પ્રદેશ (અવિભાજ્ય અંશ) જગતમાં છૂટે થઈ શકતો જ નથી. અન્ય પ્રદેશથી કોઈપણ પ્રદેશ છૂટો તે ફક્ત પુદગલાસ્તિકાયને જ રહી શકે છે. પ્રદેશ છૂટો રહે તેને પરમાણુ કહેવાય છે.
બધા મળીને વિશ્વમાં છ દ્રવ્યો (મૂળભૂત પદાર્થ) છે. તે દ્રવ્યની અપેક્ષાએ કઈ પણ પદાર્થ ઉત્પન્ન થતા નથી, તેમ નાશ પણ થતો નથી. દ્રવ્ય સદાકાળ છે, ને છે જ, પર્યાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉત્પન્ન થાય છે અને