________________
૨૩
દરેક દ્રવ્યમાં આ અનુરૂલઘુ પર્યાય તે સદાકાળ પ્રવર્તે છે. શાસ્ત્રમાં દ્રવ્ય અને પર્યાય એ જ સ્વરૂપે પદાર્થાં પ્રરૂપ્યા છે. એટલે જ પદાર્થનું સ્વરૂપ દ્રવ્વાથિકનચે અને પર્યાયાર્થિ ક નયે જ પ્રરૂપ્યુ છે. પર`તુ કચાંય ગુણાથિ કનય તરીકે વર્ણન નથી. જેથી ગુણને તે પર્યાયના એક પ્રકાર તરીકે વર્ણવી લીધા છે. સહભાવી એટલે દ્રવ્યની સાથે સતતરૂપે રહેનાર ગુણુને “સહભાવી પર્યાયરૂપે” અને દ્રવ્યની સાથે કયારેક હોવાવાળી અને કયારેક નહિ' હોવાવાળી અવસ્થાને ક્રમભાવી પર્યાયરૂપે કહેલ છે. ખાકી પર્યાયમાં સહભાવી અને ક્રમભાવીરૂપ વિવિધતા સમજવા માટે ગુણ અને પર્યાયની ભિન્નતા કલ્પવી, તે વ્યવહારમાં અયેાગ્ય તા નથી જ.
જેમ ક્રમભાવીને પર્યાય કહેવાય છે, તેમ એકનુ' અનેક કરનારને પણ પર્યાય કહેવાય છે. આ હિસાબે દ્રવ્યને અનેકરૂપે કરનાર ગુણુ છે. જ્ઞાનાત્મા, દનાત્મા, ચારિત્રાત્મા, વીર્યંત્મા, એમ આત્માને અનેકરૂપે જુદા પાડનાર ગુણ છે એવી રીતે પુદ્ગુગલ પરમાણુને વધુ વાળા, ગંધવાળા, એમ એમ જુદા પાડીને અનેક કરનાર ગુણુ છે, માટે અનેક કરવારૂપ સ્વરૂપવાળે ગુણ તે પર્યાય છે. જેથી કરીને આત્મા એ પદાર્થ છે. તેની અંદર વિજ્ઞાનશક્તિ છે, તે તેના સહભાવી પર્યાય ' કહેવાય છે. અને આત્માને સુખ–દુ:ખ, હર્ષી અને શેક વગેરે થાય છે, તે તેના ક્રમભાવી પર્યાય છે. અથવા પ્રતિસમય વર્તતા હાનિ–વૃદ્ધિરૂપ અનુરૂલઘુ પર્યાય તે સ્વાભાવિક પર્યાય છે. અને નર, નારકાદિ ગતિનુ ઉપજવું
'