________________
પર્યાય અંગે વિચારતાં ઉત્પત્તિ અને વિનાશને પ્રાપ્ત થાય તે “પર્યાય” કહેવાય છે. કહે છે કે—
अनादि निधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मजंति निमजति, जलकल्लोल वञ्जल॥
અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેને પિતાને વર્યા જળતરંગની જેમ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.
ધર્માસ્તિકાય અમુક જીવ અને પુદ્ગલને ગતિ સહાયક થવા સમયે જે આકાર ધારણ કરે છે, તે જ આકાર બીજાને મદદ આપતી વખતે હોતે નથી.
પદાર્થની જાડાઈ, લંબાઈ, થોડા-ઝાઝા વગેરેની અપે. લાએ તે ધર્માસ્તિકાયની અવસ્થારૂપ પર્યાય છે. એટલે ગતિસહાય પ્રાપ્ત કરનાર પદાર્થની જાડાઈ, લંબાઈ, ડા-ઝાઝા વગેરેના થતા પરિવર્તનમાં ધર્માસ્તિકાયના પર્યાયે પણ બદલાયા જ કરે છે. એવી રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્યના પર્યાયે અંગે સમજવું,
જીવના ગુણ “જ્ઞાન” છે અને જ્ઞાન તે શેયના આધારે હોવાથી ય પદાર્થના પર્યાય અનુસારે જ જીવદ્રવ્ય પ્રતિસમય પરાવર્તન પામે છે. આ પ્રમાણે પગલાસ્તિકાય સિવાય પાંચ દ્રવ્યમાં પ્રતિસમય વર્તતી ઉત્પત્તિ અને વિનાશ તે પરપર્યાની અપેક્ષાએ થયા કરે છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં તે ઉત્પત્તિ અને વિનોશ તે સ્વપર્યાયાપેક્ષાએ જ થાય છે.