________________
માટીને પર્યાય છે, ઘડો ભાગી જાય કે તેને કટકા થઈ જાય તે કટકા પર્યાય છે. આમ પર્યાયની અપેક્ષાએ વસ્તુ માત્રમાં ફેરફાર થયા કરે છે.
હવે સમજાશે કે દ્રવ્યમાં નિત્યધર્મ અને અનિત્યધર્મ રહેલા છે, તેમાં નિત્યધર્મ એટલે ગુણ અને અનિત્યધર્મ તે પર્યાય. આવા ગુણ અને પર્યાયથી યુક્ત હોય તેને “દ્રવ્ય” કહેવાય છે.
૩ દરેક દ્રવ્યમાં દરેક ક્ષણે નવા પર્યાયની ઉત્પત્તિ થાય છે અને જુના પર્યાયનો નાશ થાય છે. છતાં વસ્તુરૂપે તે દ્રવ્ય તેવું ને તેવું જ સ્થિર-નિત્ય યા ધ્રુવ રહે છે. એક મનુષ્ય
જ્યારે બાળક મટી યુવાન થાય છે, ત્યારે બાળપણના પર્યાયે નાશ પામ્યા અને યુવાનીના પર્યાની ઉત્પત્તિ થઈ. પરંતુ મનુષ્ય તરીકે તે તેનો તે જ રહ્યો. વળી એક મનુષ્ય મરણ પામી દેવ થયે ત્યારે મનુષ્ય પર્યાયને નાશ થયે અને દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ. છતાં તે બને સ્થિતિમાં આત્મા તે તે જ નિત્ય રહ્યા. આ ઉપરથી એમ પણ કહી શકાય કે ઉત્પત્તિ, વ્યય યા નાશ, અને નિત્યતા–ધ્રુવતા–ધ્રૌવ્ય એ ત્રણથી ચુક્ત તે દ્રવ્ય કહેવાય છે.
ઉપર વિચાર્યું તેમ દ્રવ્યના ત્રણ લક્ષણ થયાં. (૧)ળે સર્જક્ષણ. જેનું લક્ષણ સત્ છે તે દ્રવ્ય છે (૨) ગુણ પચ યુક્ત . જે ગુણ અને પર્યાયથી યુક્ત છે, તે દ્રવ્ય છે. (૩) રાચેચ બ્રીજ યુiળે. ઉત્પત્તિ, નાશ અને નિત્યતાથી જે યુક્ત છે, તે દ્રય.